કોલાબા-બાન્દ્રા-સીપ્ઝની અંડરગ્રાઉન્ડ મેટ્રો-3નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અંડરગ્રાઉન્ડ રૂટના સીપ્ઝથી બાન્દ્રા સુધીના પહેલા તબક્કા માટે મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન સજ્જ છે. આ કામના એક ભાગ તરીકે કોર્પોરેશનના અધિકારીઓ અંડરગ્રાઉન્ડ મેટ્રોના કામનું સતત નિરીક્ષણ કરતા હોય છે. દરમિયાન અંડરગ્રાઉન્ડ મેટ્રોના પહેલા તબક્કાની ચકાસણીમેના અંત સુધીમાં પૂરી કરવામાં આવશે. અને આ ઉદ્દેશને ધ્યાનમાં રાખી મુંબઈ મેટ્રો રેલવે કોર્પોરેશન (એમએમઆરસી)એ બધી તૈયારી પૂરી કરી છે. આ તમામ ચકાસણીઓ પૂરી થયા બાદ ઇન્ડિપેન્ડન્ટ સેફ્ટી અસેસર (આઈએસએ) અને કમિશનર ઑફ મેટ્રો રેલવે સેફ્ટી (સીએમઆરએસ)ને ચકાસણી માટે બોલાવવામાં આવશે.
એમએમઆરડીસી દ્વારા 33.5 કિલોમીટર લાંબા બાન્દ્રા-કોલાબા-સીપ્ઝ મેટ્ર-3 લાઇનનું કામ પૂરૂં થતાં આ રૂટ શરૂ થાય એવું અપેક્ષિત હતું. જોકે વિવિધ કારણોસર આ પ્રોજેક્ટમાં વિલંબ થતો ગયો. હવે ત્રણ તબક્કામાં લાઇન શરૂ કરવાનો એમએમઆરસીની યોજના છે. ગયા મહિનાની શરૂઆતમાં મેટ્રો ટ્રેનની 95 કિમી પ્રતિ કલાકની ઝડપેચકાસણી કરવામાં આવી હતી. એ સાથે ટેલિકમ્યુનિકેશન યંત્રણા, પ્લેટફોર્મ સ્ક્રીન ડૉર, ટ્રેક્શન અને પાટાઓ વગોરેનિ ચકાસણીનો સમાવેશ થાય છે. હવેએકાદ અઠવાડિયામાં મેટ્રો ટ્રેનના સ્ટૅટિક લોડ સહિતની ચકાસણી મે મહિનામાં પૂરૂં કરવાનું આયોજન એમએમઆરસીએ કર્યું છે. જો બધું સમીસૂતરું પાર પડ્યું તો મેટ્રો-3 લાઇન આગામી ત્રણથી ચાર મહિનામાં પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.
મેટ્રો-3 અનેક વિશેષતાઓ ધરાવે છે.પહેલા તબક્કામાં આરેથી બીકેસી સુધી મુંબઈગરા પ્રવાસ કરી શકશે. પહેલા તબક્કામાં કુલ દસ સ્ટેશનો હશે. 37 હજાર કરોડના ખર્ચે બની રહેલી મેટ્રો-3માં કુલ 27 સ્ટેશનો હશે.
Comments 1