દુબઈ ખાતે રમાઈ રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની ચેમ્પિયન્સ ટ્રોફીની મેચને કારણે ફિલ્મોના સેટ સૂમસામ થઈ ગયા હોય એવું લાગી રહ્યું હતું. કારણ, અનેક કલાકારો મેચ જોવા દુબઈ ઉપડી ગયા હતા. મેદાન પરના ક્રિકેટરની સાથે સ્ટેડિયમમાં એક્ટર્સને જોઈ દર્શકોનો આનંદ બેવડાઈ ગયો. સ્ટેડિયમમાં અનેક સ્ટાર્સ ભારતીય ક્રિકેટરોની ધમાકેદાર રમતનો આનંદ માણવાની સાથે પ્રોત્સાહિત કરી રહ્યા હતા.

આજે દુબઈ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની હાઈ વૉલ્ટેજ મેચ રમાઈ રહી છે. ભારત-પાક વચ્ચેની મેચ પાછળ બંને દેશના ક્રિકેટ રસિયાઓની સાથે સેલિબ્રિટીઝ માટે પણ આ મેચ ખાસ છે.
ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ જોવા આવેલા અનેક સ્ટાર્સ સ્ટેડિયમમાં દેખાઈ રહ્યા હતા. જેમાં કૉફી પીતી સોનમ કપૂર મેચની મોજ માણી રહી હતી. તો પાકિસ્તાનીઓને રમતા જોઈ ચિરંજીવ ચિંતીત લાગી રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમનો પૂર્વ કેપ્ચન એમ. એસ. ધોની બૉલિવુડના સ્ટાર સની દેઓલ સાથે મેચની મજા માણતો જોવા મળ્યો. ગદર ફિલ્મમાં પાકિસ્તાનીઓના છક્કા છોડાવનાર તારા સિંહનું પાત્ર ભજવનાર સની દેઓલ સ્ટેડિયમમાં આવ્યો ત્યારે ધોની અભિનેતાને ભેટ્યો અને સાથે મેચ જોવા કહ્યું.







