નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકોને એક કરતું પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ, બિગ બિઝનેસ કાઉન્સિલ (બીબીસી)એ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત કૉરિયોગ્રાફર સંદીપ સોપારકરની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે.
સંસ્થાના સ્થાપક હરેશ મહેતા અને ડૉ. અલકા વાલાવલકરે એક અનૌપચારિક બેઠકમાં સંદીપ સોપારકરને નિયુક્તિ પત્ર આપ્યો હતો. નૃત્ય અને કલાના ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનાર સોપારકર બીબીસીના મિશનની ભાવનાને મૂર્તિમંત કરે છે. તેમનો વ્યાપક અનુભવ અને વૈશ્વિક માન્યતા બીબીસીના આઉટરીચને મજબૂત બનાવવામાં અને વિવિધ ક્ષેત્રોમાં વ્યાવસાયિકોને પ્રેરણા આપવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.
આ પ્રસંગે સંદીપ સોપારકરે જણાવ્યું કે, પ્રતિભાઓને બિરદાવતા અને ઉદ્યોગોમાં અર્થપૂર્ણ જોડાણને પ્રોત્સાહન આપતી સંસ્થા બીબીસીએ મને તેમનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવી મને ગર્વાન્વિત કર્યો છે. હું બીબીસીના વિઝનને સાકાર કરવા મારું યોગદાન આપવાની સાથે વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો સાથે નજીકથી કામ કરવા આતુર છું.
એ સાથે બીબીસીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે સંદીપ સોપારકર સાથેનો સહયોગ કલા, સંસ્કૃતિ અને વ્યાવસાયિક શ્રેષ્ઠતાના પ્રમોશનમાં મહત્વપૂર્ણ સીમાચિહ્નો તરફ દોરી જશે.