આનંદપ્રમોદ, મનોરંજન અને લેઝર ઉદ્યોગો માટે વિશ્વની પસંદગીની એફઇસી ટેક ભાગીદાર એમ્બેડ 19થી 21 ફેબ્રુઆરી સુધી ભારતના મુંબઈ ખાતે બોમ્બે એક્ઝિબિશન સેન્ટરમાં આઇએએપીઆઇ એમ્યુઝમેન્ટ એક્સપો 2025માં પ્રથમ વખત પોતાના ઉકેલોને પ્રદર્શિત કરવા માટે તૈયાર છે.
વિશ્વમાં પાંચમું સૌથી મોટું અર્થતંત્ર ભારત 2030 સુધી ઝડપથી વૃદ્ધિ પામીને ત્રીજું મોટું અર્થતંત્ર બનવાની અપેક્ષા છે. “અમે ભારતમાં પોતાની ઉપસ્થિતિને સ્થાપિત કરીને વર્ષની શરૂઆત કરીને ગર્વ અનુભવીએ છીએ! આ જીવંત અને ગતિશીલ બજાર અમારા માટે અપરિચિત ક્ષેત્ર નથી, કારણ કે અમે પાછલા ડિસેમ્બરમાં ભારતના બેંગલોરમાં પ્રથમ સ્થળની સાથે અમારા ગ્રાહક ડેવ એન્ડ બસ્ટરનાં બજારમાં લોન્ચમાં તેને સમર્થન આપ્યું હતું. તેથી અમે બજારનાં ઝડપથી વધી રહેલા પારિવારિક મનોરંજન પરિદૃશ્યમાં આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને તેના પરિવર્તનકારી વિકાસમાં અમે જે ભૂમિકા ભજવવા જઈ રહ્યા છીએ તેના માટે ઉત્સાહિત છીએ,” એમ સીઇઓ રેની વેલ્શે જણાવ્યું હતું. “અમે એ જોવા માટે ઉત્સાહિત છીએ કે અમે ભારતમાં પ્રવેશી રહેલા પ્રવર્તમાન ગ્રાહકો અને ભાગીદારોની સાથે સાથે નવા એફઇસી માટે પોતાના ઉકેલો કેવી રીતે અનુકૂલિત કરી શકીએ છીએ.”
ગ્રાન્ડ વ્યુ રિસર્ચ અનુસાર ભારતીય એમ્યુઝમેન્ટ પાર્ક્સ બજારે વર્ષ 2024માં 6.3 અબજ ડોલરની આવકનું સર્જન કર્યું હતું અને વર્ષ 2030 સુધીમાં તે 11.4 અબજ ડોલર સુધી પહોંચવાની અપેક્ષા છે. ભારતીય બજાર વર્ષ 2025થી 2030 સુધીમાં 9.9%ના સીએજીઆરના દરે વૃદ્ધિ પામવાની અપેક્ષા છે.
એમ્બેડના સૌથી મોટા ગ્રાહક અને એફઇસી ઉદ્યોગમાં આ વૈશ્વિક બ્રાન્ડ હવે દેશમાં અદ્વિતીય ભોજન અને મનોરંજનના અનુભવોની વધતી માગને પૂરી કરવા માટેની સ્પર્ધામાં સામેલ થઈ રહી હોવાથી એમ્બેડ ભારતમાં આ કારોબારોમાં ટેકનિકલ લોન્ચને ટેકો આપવા માટે પ્રવેશી રહી છે.
એમ્બેડના લાંબા સમયથી ગ્રાહક, યુએસ સ્થિત પારિવારિક મનોરંજન ક્ષેત્રની અગ્રણી કંપની ડેવ એન્ડ બસ્ટરે તાજેતરમાં વર્ષ 2024માં નાતાલ પર ભારતમાં પોતાના આયોજિત આંતરરાષ્ટ્રીય લોકેશન્સમાંથી પ્રથમને શરૂ કર્યું હતું, જેનાથી બજારમાં એમ્બેડની સ્થિતિ મજબૂત થઈ છે. બેંગલોર સ્થળ ડેવ એન્ડ બસ્ટરની પ્રથમ ફ્રેન્ચાઇઝી છે, જે વિશ્વનાં પ્રસિદ્ધ માલપાની ગ્રુપ સાથેની ભાગીદારીમાં છે.
એન્ટરટેઇનમેન્ટ એન્ડ એજ્યુકેશન ગ્રુપ (ટીઇઇજી) ટાઇમઝોન, જે એફઇસીના એમ્બેડ પરિવારનો અન્ય એક સભ્ય છે, તેને પણ પ્રવર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતના ત્રિપુરામાં વીઆર અને બોલિંગની સાથે પોતાના પ્રથમ આર્કેડની સાથે તેની ઉપસ્થિતિને વિસ્તારી છે. “આ મુખ્ય વિકાસોએ ભારતમાં અતિથિ અનુભવને વધારવા અને અમારા એફઇસી ઓપરેટર્સને અમારા સંકલિત હાર્ડવેર અને સોફ્ટવેર ઉકેલો દ્વારા સંચાલિત વૈશ્વિક સ્તરનાં મનોરંજનનું સર્જન કરવામાં સક્ષમ બનાવવા માટેના ઘણા માર્ગો ખોલ્યા છે,” એમ એમ્બેડના સીટીઓ જણાવે છે. “ઉદ્યોગના અવરોધોને તોડવા, સિસ્ટમ વિશ્વસનીયતા પૂરી પાડવી અને એમ્બેડ પરિવારને વિશ્વભરમાં નિઃશુલ્ક પ્રોડક્ટ ટ્રાયલ્સ અને માનસૂચક પરામર્શ પૂરા પાડવા માટે શ્રેષ્ઠ ટેક ભાગીદારો સાથે ભાગીદારી કરવી, આ એક એવી રીત છે, જેનાથી અમે અમારા ગ્રાહકો માટે મૂલ્ય વધારીએ છીએ, જેથી તેઓ તેમના એમ્બેડ સિસ્ટમને મહત્તમ કરી શકે છે,” એમ સીએમઓ અને ચીફ ગ્રોથ ઓફિસર સારા પાઝે જણાવ્યું હતું.