ફર્નિચર અને ગૃહોપયોગી સામન માટેની ભારતના અગ્રણી ઈ-કૉમર્સ પ્લેટફોર્મ પેપરફ્રાઇએ એના બહુપ્રતિક્ષિત હૉમ રિપોર્ટ કાર્ડ રિવાઇન્ડ 2024ને રિલીઝ કર્યો. રિપોર્ટ કાર્ડમાં દેશભરના ગ્રાહકોની જરૂરિયાત, હૉમ ડિઝાઇનની પ્રાથમિકતાઓ વિશેની જાણકારી આપવામાં આવલી છે. રિપોર્ટ મુજબ 2024માં ભારતની હૉમ શોપિંગની પ્રાથમિકતાઓ બદલાઈ છે, જેમાં વ્યક્તિગત, સૌંદર્યપૂર્ણ અને જગ્યાને અનુરૂપ ફર્નિચર અને સુશોભન માટેની કલાકૃતિઓની માગ વધી રહી છે.
જાન્યુઆરી 2024થી 24 ડિસેમ્બર સુધીના ડેટા પર આધારિત પેપરફ્રાઈના વ્યાપક વિશ્લેષણ, ફર્નિચર અને ગૃહોપયોગી સામાનની માર્કેટ અંગેના મજેદાર સર્વે રજૂ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે મલ્ટીપર્પઝ ફર્નીચર, ઘરને સુશોભિત કરતી કલાકૃતિઓ અને નાની જગ્યાને અનુરૂપ ફર્નિચર વગેરે આ વરસના ગ્રાહકોની મુખ્ય માગણીઓ હતી. વરસ દરમિયાન ટ્રન્ડમાં રહેલા ઉત્પાદનોમાં વૉલ ડેકોર, સોફા થ્રી, એક્સટ્રેટ કાર્પેટ, ફિનિશ સર્વવેયર, હાઇડ્રેલિક બેડ અને ફોલ્ડિંગ ટેબલ સામેલ છે.
પેપરફ્રાઈના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર આશિષ શાહે જણાવ્યું કે, હૉમ રિપોર્ટ કાર્ડ રિવાઇન્ડ 2024 અમારી બીજી આવૃત્તિ છે. અગાઉ 2023માં પણ આ પ્રકારનો સર્વે કર્યો હતો. આ પ્રકારના સર્વેને કારણે ભારતમાં વિકાસ, પામી રહેલી ફર્નિચર અને ગૃહોપયોગી વસ્તુઓના વેચાણના પરિપ્રેક્ષ્યની એક સ્પષ્ટ રૂપરેખા દર્શાવે છે. ગ્રાહકોની જરૂરિયતોના આધારે એમ કહી શકાય કે તેઓ ખાસ કરીને મલ્ટી-ફંક્શનલ ફર્નિચર અને સ્માર્ટ ડિઝાઇનમાં એક વાત સ્પષ્ટ પ્રતિબિંબત થાય છે કે તેઓ તેમના ઘરને કેવી રીતે સજાવવા માગે છે. એક બ્રાન્ડ તરીકે અમે આ પરિવર્તનોના કેન્દ્રમાં હોવાનો અમે રોમાંચ અનુભવી રહીએ છીએ. અહેવાલમાં મેટ્રો સિવાયના શહેરોના વધી રહેલા મહત્વ પર ભાર મુકવામાં આવ્યો છે. જે 2024માં નવા ગ્રાહકોનો હિસ્સો 40 ટકા કરતા વધુ રહેશે. ગોવા, નાગપુર, કોચી, વડોદરા, ભોપાલ અને લખનઊ જેવા શહેરોમાં ફર્નિચર અને ગૃહોપયોગી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ વધતું હોવાનું જણાયું છે. ત્યારે પેપરફ્રાઈ નવા સ્ટોર શરૂ કરવા, ઓમનીચૅનલ સેવાઓ વધુ કાર્યક્ષમ બનાવવા અને ઝડપી લાસ્ટ-માઇલ ડિલિવરી ક્ષમતાઓની સાથે નવા ફેરફારોની અસર દેખાઈ રહી છે.
જેમ જેમ ગ્રાહકોનું વધુ ધ્યાન ઘરના ઇન્ટિરિયર સ્ટાઇલિંગ પર કેન્દ્રિત કરી રહ્યા છે. ઘરની સજાવટ, સાજ-સજ્જા અને રસોડાના સામાન હવે નવી મોટી શ્રેણી બની છે. 2024માં સ્માર્ટ ફર્નિચર અને ટકાઉ, જગ્યા બટાવતા ઘરેલુ સામાનનો ઉદય થયો છે. કેરળ અને હિમાચલ પ્રદેશ વાંસના ફર્નિચર અને અપસાયકલ કરાયેલા ડેકોરને અપનાવવામાં અગ્રણી છે. મુંબઈ જેવા મેટ્રો શહેરોમાં સોફા કમ બેડ જેવી સ્પેસ-એફિશિયન્ટ સૉલ્યુશન હવે વેચાણનો 35 ટકાથી વધુ હિસ્સો છે, જે કૉમ્પેક્ટ અને મૉડ્યુલર ડિઝાઇન તરફ વળી રહ્યા છે.
પેરફ્રાઈના અનોખા ઓમનીટૅનલ દૃષ્ટિકોણ વિકાસને વેગ આપી રહ્યો છે, જે ગ્રાહકોને ઑનલાઇન સુવિધા અને ઑફલાઇનની અનોખી સેવા પ્રદાન કરી રહી છે. 80થી વધુ શહેરોમાં 135થી વધુ સ્ટોરની સાથે પેપરફ્રાઈ ડિજિટલ અને ભૌતિક એમ બંને ટચપોઇન્ટના મહત્તવને દર્શાવે છે. ઇન-સ્ટોર ઑર્ડર પણ ઑનલાઇન ઓર્ડરની સામે ત્રણ ગણા વધુ થઈ રહ્યા છે. જે આસિસ્ટેડ બાઇંગના મૂલ્યની પુષ્ટી કરે છે, જેને પેપરફ્રાઇએ 2024માં શરૂ કર્યું છે.
તહેવારની સીઝનમાં લાઇટિંગ અને સજાવટના સામાનની માગ વધી જાય છે. દિવાળીની સમયમાં એની માગમાં દોઢસો ટકા વધારો થાય છે. મજાની વાત એ છે કે દારુબંધી ધરાવતા ગુજરાતમાં ગોવાની સરખામણીએ બારવેરની ખરીદી 20 ટકા વધુ છે.
એક લાખથી વધુ લિસ્ટિંગ, એક હજારથી વધુ બ્રાન્ડ્સ અને વિશાળ ઑમ્નિચૅનલ સાથે પેપરફ્રાઈ એક એવુંપ્લેટફોર્મ છે જે ગ્રાહકોને એના ઉત્પાદનો અને સેવાઓની વિસ્તૃત જાણકારી પૂરી પાડે છે.