રાજ્ય સરકારે ઍર ઇન્ડિયા બિલ્ડિંગ માટે 1600 કરોડ રૂપિયાની ઑફર કરી
નરિમાન પોઇન્ટ ખાતે આવેલી પ્રતિષ્ઠિત ઍર ઇન્ડિયા બિલ્ડિંગ ખરીદવા અને એને મંત્રાલયના કાર્યાલયો ખસેડવાની યોજના બનાવી છે. આ માટે સરકારે બિલ્ડિંગના માલિકી હક ધરાવનાર એઆઈ એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડને 1600 કરોડ રૂપિયાના પ્રસ્તાવ પર કંપનીએ સહમતિ દર્શાવી છે.
રાજ્ય સરકારે ગયા નવેમ્બર મહિનામાં 1600 કરોડ રૂપિયાની ઑફર કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આગલી સરકારે લગભગ 1450 કરોડ રૂપિયાની ઑફર કરી હતી. એક અધિકારીના જણાવ્યા મુજબ પ્રધાન સ્તરીય ઑફિસોને એઆઈ બિલ્ડિંગમાં સ્થળાંતરિત કરાય એવી શક્યતા છે.
નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગયા વરસે નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને મળી મહારાષ્ટ્ર સરકારના પ્રસ્તાવને પ્રાધાન્ય આપવાનો આગ્રહ કર્યો હતો. અધિક્રીએ વધુમાં જણાવ્યું કે એઆઈ એસેટ્સ હોલ્ડિંગ લિમિટેડ સૈદ્ધાંતિક રીતે મિલકત અમને સોંપવા અંગે સહમતિ દર્શાવી છે. હવે અમુક ડીટેલ પર કાર્ય થઈ રહ્યું છે. જોકે અમારી શરત છે કેઆ ડીલ પર ત્યારે જ આગળ વધી શકાશે જ્યારે અમને ખાલી ટાવરનો કબજો મળશે.
ઍર ઇન્ડિયાના અધિકારીઓએ રાજ્ય સરકારને જણાવ્યું હતું કે તેમના હિસાબે બિલ્ડિંગની કીમત બે હજાર કરોડ રૂપિયાથી વધુ છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યુ કે સરકારને ઍર ઇન્ડિયા પાસેથી લગભગ 300 કરોડ રૂપિયા લેણા નીકળે છે જે વસુલવા જરૂરી છે.
અધિકારીએ જણાવ્યુ કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય પ્રધાન હતા ત્યારે બિલ્ડિંગ ખરીદવા અંગે વાટાઘાટ શરૂ કરી હતી. જોકે એમવીએ સરકારે 2021માં ફરી ચર્ચા શરૂ કરી પણ સોદો નક્કી થઈ શક્યો નહીં.
Comments 1