ભારતની વિશ્વ વિખ્યાત સ્પિન ત્રિપૂટીમાંના એક બિશન સિંહ બેદીનું આજે નિધન થયું છે. ભારત વતિ 67 ટેસ્ટ મેચ રમેલા બિશન સિંહે કુલ 266 વિકેટ લીધી હતી. લેફ્ટ હેન્ડ બોલર બિશન સિંહ બેદીએ 22 ટેસ્ટમાં ભારતનું નેતૃત્વ પણ કર્યું હતું. 1966થી 1979 સુધી તેઓ રમ્યા હતા. ટેસ્ટ ઉપરાંત તેઓ દસ વન-ડે મેચ પણ રમ્યા હતા. બેદીએ એક ઇનિંગમાં 14 વાર પાંચ વિકેટ એક વાર દસ વિકેટ લેવાનું પરાક્રમ કર્યું હતું. તેઓ ભારતના ચાર મહાન સ્પિનરોમાંના એક હતા. આ ચાર સ્પિનરોમાં બેદી ઉપરાંત એરોપલ્લી પ્રસન્ના, ભાગવત ચંદ્રશેખર અને શ્રીનિવાસ વેંકટરાઘવન સામેલ છે.
હાલ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે ત્યારે એ જાણવું રસપ્રદ રહેશે કે બેદીએ ભારતની પહેલી વન-ડે મેચની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમૃતસરમાં જન્મેલા બિશન સિંહે ડોમેસ્ટિક ક્રિકેટમાં દિલ્હીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ડોમેસ્ટિક ક્રિકટમાં 370 મેચમાં 1560 વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં લગભગ એક દાયકા સુધી ભારતીય ટીમના મહત્ત્વના બોલર રહ્યા હતા. 1990માં તેઓ થોડા સમય માટે ન્યૂઝીલેન્ડ અને ઇન્ગ્લેન્ડ ગયેલી ભારતી ક્રિકેટ ટીમનું મેનેજર પદ પણ સંભાળ્યું હતું. બેદીએ સિલેક્શન કમિટીમાં સેવા આપવા ઉપરાંત મનિન્દર સિંહ, મુરલી કાર્તિક જેવા અનેક પ્રતિભાશાળી સ્પિનરોના ગુરુ પણ હતા.
વિશન સિંહ બેદીએ 1966માં કોલકાતાના ઇડન ગાર્ડન ખાતે રમાયેલી મેચથી કરિયરની શરૂઆત કરી હતી. જ્યારે 1979માં ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે રમ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે બિશન સિંહ બેદીનો દીકરો અંગદ બેદી અભિનેતા છે અને અનેક ફિલ્મો તથા વેબ સિરીઝમાં કામ કરી ચુક્યો છે. જ્યારે તેમની પુત્રવધૂ નેહા ધુપિયા પણ બૉલિવુડની સ્ટાર છે.
Comments 1