ભાયંદર વેસ્ટના મોદી પટેલ રોડ પર આવેલા દ્વારકેશ (કપોળ નિવાસ)ના ૮૦ થઈ વધુ રહેવાસીઓએ પોતાને જલ્દીથી ઘર મળે તે માટે હોમ હવન કરી પ્રાર્થના કરી હતી અહીં રહેતા તમામ કપોળ જ્ઞાનીતા લોકો છેલ્લા ૧૧ વર્ષથી ઘર મેળવવાની પ્રતીક્ષામાં છે અંદાજે ૩૮ ભાડુઆતોના મોત થયા છે અને કેટલાક લોકોની સ્થિતિ કપરી છે ટ્રસ્ટીઓમાં ચાલતા વિવાદ અને ધર્માદા ટ્રસ્ટ દ્વારા ટેન્ડર થકી આપેલા ડેવલોપર વચ્ચે પણ કોર્ટમાં અને ટ્રસ્ટમાં કેસ ચાલી રહ્યો છે અને વિવાદ ઉકેલાતો નથી જેમાં નિર્દોષ ભાડુઆતો બેઘર થઈ પીસાઈ રહ્યા છે.
અહીંના ભાડુઆત રહેવાસી સંઘના પ્રમુખ કિશોરભાઈ મોદી જેઓ પણ ભાડુઆત છે તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ૧૨ વર્ષથી અમે બેઘર થયા છે ધર્માદા ટ્રસ્ટ દ્વારા પ્રવીણભાઈ વોરાને વિકાસનું કામ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે પણ પોતાનો જ સ્વાર્થ જોયો છે અને અમારી જ્ઞાતિબંધુ નુ ભલું કરવાનો વાયદો કરી ફક્ત અમને લટકાવ્યા જ છે બીજીબાજુ ટ્રસ્ટીઓ પણ પોતાના લાભ માટે જતું કરવા તૈયાર નથી અને સરવાળે તો અમે જ ચક્કીમાં પીસાઈ રહ્યા છે. જો પ્રવીણભાઈ અને બંન્ને ટ્રસ્ટીઓ ધારે તો ૧૦ મિનિટમાં સાથે બેસી નિવેડો લાવી કામ શરૂ કરી શકે છે પણ પોતાના અંગત સ્વાર્થ માટે અમને રસ્તા પર લાવી દીધા છે. જો તેમણે વિવાદ ણ ઉકેલવો હોય તો અમને લેખિતમાં આપી દે હાલમાં કોર્ટમાં પણ અમને થર્ડ પાર્ટી ગણી ઘર ન મળે તો અરજી કરવા જણાવ્યું છે આમ હાલમાં તો બધા નાના લોકોએ જ સહન કરવું પડે છે.
આ અંગે ટ્રસ્ટી ભુપતભાઈ ગાંધીઍ જણાવ્યું હતું કે અમે ત્રણ ટ્રસ્ટીઓ હતા જેમાંથી ચીમનભાઈ ગાંધીનું હાલમાં જ નિધન થયું છે બીજા ટ્રસ્ટી ભરતભાઈ સંઘવી છે જેઓ કોઈ પણ જાતનો સહયોગ આપતાં નથી એટલું જ નહીં ભરતભાઈ પર તેમણે છેતરપિંડીનો પણ આક્ષેપ કર્યો હતો
જય મહેતા : રહેવાસી ભાડૂત મંડળના સેક્રેટરી
ટ્રસ્ટ દ્વારા પ્રવીણ વોરા નામના બિલ્ડરને ૨.૬૪ કરોડમાં ધર્માદા ટ્રસ્ટ દ્વારા ટેન્ડર ફાળવવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું પરંતુ બે ટ્રસ્ટીઓ વચ્ચેના ઘર્ષણ ને કારણે કામ શરૂ જ નથી થતું.
ડેવલપોર પ્રવીણ વોરાએ કહ્યું હતું કે હું કામ કરવા તૈયાર છું પરંતુ ટ્રસ્ટીઓ વિવાદ ઉકેલી મને લખી આપે તો હું નુકશાન સહન કરી કામ કરવા તૈયાર છું. તેમણે પણ ભરતભાઈ પર સહકાર ન કરવાનો અને રીડેવલોપમેન્ટ ન થાય તે માટે ડખા ઉભા કરવાનો આક્ષેપ કર્યો હતો.
બીજા ટ્રસ્ટી ભરત સંઘવીએ જણાવ્યું હતું કે અમારા ટ્રસ્ટ અને પ્રવીણભાઈ વચ્ચે કોઈ કરાર અથવા દસ્તાવેજ નથી થયો એટલું જ નહીં તેમણે ટ્રસ્ટ ઉપર કોર્ટમાં અનેક કેસ કર્યા છે કેટલાક કેસમાં અમારી તરફેણમાં ચુકાદો આવ્યો હતો તો તેમણે નવા કેસ કર્યા છે. કોર્ટ બહાર લેખિતમાં સમાધાન માટે તેઓ તૈયાર છે.
જો કે હાલમાં તો ટ્રસ્ટી અને ડેવલોપર ના વિવાદમાં અને ટ્રસ્ટ તામ જ કોર્ટમાં ચાલતા કેસ ને કારણે તમામ રહેવાસીઓની સ્થિતિ કપરી બની ગઈ છે અને છતાં ઘરે બેઘર થઈ બહાર રહેવાનો વારો આવ્યો છે અને મધ્યમ વર્ગના રહેવાસીઓએ આખરે માતાજી ને રિઝવવા હો હવન પૂજાપાઠ કરવાનો વખત આવ્યો છે પુજા વખતે પણ ઉપસ્થિત મોટી ઉંમરના લોકો રડી પડ્યા હતા તો ૧૫ જેટલાં ભાડુઆતો ન્યાય અને ઘર મેળવવાની આશામાં પ્રભુધામ માં પહોંચી ગયા છે. તો કેટલાક ભાડુઆતો દેવું કરી ભાડાના ઘરમાં રહે છે. આ તમામ લોકો તેમને જલ્દી ઘર મળે તે માટે અનેક પ્રકારની માનતાઓ પણ રાખી બેઠા છે કે ટ્રસ્ટીઓ તેમનો ઈગો બાજુએ મૂકી અને નિવેડો લાવે અને તેમને ઘર મળે.
Comments 1