ભારતીય ક્રિકેટ પ્રેમીઓ અને નાગરિકોમાં અપાર ઉત્સાહનો સંચાર કરવાનો ધ્યેય આ ગીત ધરાવે છે. આ ગીત દરેક ભારતીયના જુસ્સાને ચેતનવંતો બનાવવા તથા આપણી ભારતીય ક્રિકેટ ટીમમાં ઉત્સાહ અને ગર્વની ભાવનાનો સંચાર કરવાનો ધ્યેય ધરાવે છે.
ભારતમાં ક્રિકેટ માટેના જનૂન અને જુસ્સાને તેના પૂર્ણ સ્વરૂપમાં આ ગીત દર્શાવશે. તેમાં દર્શકો-ચાહકો ટીમનો ઉત્સાહ વધારતા અને પોતાની ટીમ માટે પ્રાર્થના કરતા જોવા મળશે, સ્ટેડિયમમાં ચાહકોનો ઉન્માદ, તથા એકબીજાની સિદ્ધિ-સફળતાની ઉજવણી કરતા ખેલાડીઓ સાથે અનેક યાદગાર અને ધ્યાન આકર્ષિત કરનારી ક્ષણો હશે. આ ગીતના પ્રેરણાદાયી શબ્દો દીપક ચૌહાણે લખ્યા છે અને દમદાર સંગીત આપ્યું છે નીલ અને નટરાજની ડાયનેમિક જોડીએ. નીલ આ ગીતનો મુખ્ય ગાયક પણ છે.
આ મ્યુઝિક વિડિયો અલ્ટ્રા મ્યુઝિક યુટ્યુબ ચેનલ પર સ્ટ્રીમ કરવામાં આવ્યો છે. એ સાથે જ ગાના, સ્પૉટિફાય, જિઓસાવન, એમેઝોન મ્યુઝિક, આઈટ્યુન્સ, વીન્ક મ્યુઝિક તથા અન્ય અગ્રણી મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર પણ સ્ટ્રીમ થઈ રહ્યું છે.
ગર્વ અને ગૌરવભર્યું આ ગીત આપણા દેશને સમર્પિત છે. ભારતીય ક્રિકેટરોમાં તેમના પ્રેમ અને વિશ્વાસને વધુ પ્રબળ બનાવવાની સાથે વિશ્વ પર ફતેહ મેળવવાનો પ્રવાસ શરૂ કરનાર આપણી ભારતીય ક્રિકેટ ટીમમાં ખેદદિલીની ભાવના છલોછલ ભરશે.
આ ગીત ક્રિકેટના મેદાનની બહાર પણ એટલું જ પ્રસ્તુત છે, કેમ કે તે ઉત્સાહ અને તરવરાટની અપ્રતિમ લાગણીનો સંચાર કરે છે તથા દેશભક્તિના કાર્યક્રમો અને ઉજવણીઓ દરમિયાન પણ વગાડી શકાય છે. કેમ કે, તે ઊર્જા અને સકારાત્મકતાથી છલોછલ છે.
અલ્ટ્રા મીડિયા ઍન્ડ એન્ટરટેઈનમેન્ટ ગ્રુપના ડિરેક્ટર રજત અગરવાલે જણાવ્યું કે, “ભારતે હાલમાં જ ક્રિકેટ તથા ઍશિયન ગૅમ્સ બંનેમાં અસાધારણ દેખાવ કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટનું સૌથી પ્રતિષ્ઠિત ટાઈટલ જીતી લઈ આ વર્ષનો અંત ભવ્ય રીતે લાવે એની રાહ આપણે બધા જોઈ રહ્યા છીએ. “બોલો ભારત માતા કી જય” એક અભિયાન છે, જે આપણા ક્રિકેટર્સમાંની શક્યતાઓ પ્રત્યે દરેક ભારતીયને જાગરુક કરવા તથા ભારતને વિશ્વના નકશા પર મૂકવા અને આ વર્લ્ડ કપ સ્પર્ધામાં રાષ્ટ્ર માટે સૌથી મોટી સફળતા લઈ આવવા પ્રેરવા માગે છે.
Comments 2