મુંબઈ મેટ્રો બ્લુ લાઈન વને બુધવારે જણાવ્યું હતું કે, 27 સપ્ટેમ્બરના 479,333 મુસાફરો સાથે સૌથી વધુ સિંગલ-ડે રાઈડર્સશિપ હાંસલ કરી હતી, જેણે પ્રી-કોવિડ-19 રાઈડર્સશિપને તોડવાની સાથે નવો રેકોર્ડ બનાવ્યો હતો.
વર્ષ 2019-20 કોવિડ મહામારી પહેલા મુંબઈ મેટ્રો વનને પ્રમોટ કરતી આર-ઇન્ફ્રાની વીક-ડે રાઇડરશિપ 440,00 થી 465,000ની રેન્જમાં હતી. કોવિડ દરમિયાન અમલમાં આવેલા લૉકડાઉન દરમિયાન મુંબઈ મેટ્રો વન 211 દિવસ (22-માર્ચ-2020 થી 18-ઓક્ટો-2020) બંધ કરવામાં આવી હતી. જો કે મેટ્રોએ 19મી ઓક્ટોબર 2020ના રોજ ફરી કામગીરી શરૂ કરી હતી પરંતુ 31મી માર્ચ 2022 સુધી વિવિધ નિયંત્રણો હેઠળ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
જોકે વર્ષ 2021-22માં પ્રવાસીઓને પાછા આકર્ષવા માટે મુંબઈ મેટ્રો વન દ્વારા પિલર પોસ્ટર અભિયાન, સોસાયટી સંપર્ક કાર્યક્રમ, પ્રવાસીઓ માટેની સુવિધાજનક ડિજિટલ પેમેન્ટ્સનો પ્રચાર, કોર્પોરેટ સંપર્ક કાર્યક્રમ જેવા વિવિધ રાઇડરશિપ સુધારણા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું હતું. જેનો લાભ નવા પ્રવાસીઓને મળી રહ્યો છે. આ પ્રયાસોના પરિણામ સ્વરૂપે અને ઑફિસો/શાળાઓ/કોલેજો ફરી શરૂ થતાં, મુંબઈ મેટ્રો વનની સપ્તાહની રાઈડર્સશિપ એપ્રિલ 2022માં વધીને 250,000 થઈ અને નાણાકીય વર્ષ 22-23ના અંત સુધીમાં 400,000ને સ્પર્શી હોવાનું પ્રવક્તાએ જણાવ્યું હતું.
વર્ષ દરમિયાન 99% થી વધુ સમયની પાબંદી પૂરી પાડતી સેવાઓ પર સતત પ્રયત્નો અને રાઇડર્સશિપ સુધારણાનાં પગલાં સાથે, મુંબઈ મેટ્રો વન રાઇડરશિપે ઓગસ્ટ 2023માં પ્રી-કોવિડ રાઇડરશિપને પાર કરી અને 27મી સપ્ટેમ્બર 2023ના રોજ કોવિડ પછીની સૌથી વધુ 479,333 રાઇડરશિપ હાંસલ કરવાનો રેકોર્ડ બનાવ્યો. કોવિડ-19 પછી પહેલી વાર, મુંબઈ મેટ્રો વને ડિસેમ્બર 2022માં 1 કરોડ માસિક રાઇડરશિપ હાંસલ કરી હતી અને 2023ના દરેક મહિનામાં સરેરાશ 1 કરોડ રાઇડરશિપ ડિલિવરી કરીને 2023માં ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. મુંબઈ મેટ્રો વન હાલમાં પીક અવર્સ દરમિયાન 3-4 મિનિટ અને ઑફ-પીક અવર્સ દરમિયાન 7-8 મિનિટની સર્વિસ ફ્રીક્વન્સી સાથે અઠવાડિયાના દિવસોમાં 398 ટ્રિપ્સ ચલાવે છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
Comments 2