મુંબઈના મલાડની વોકેથોન દ્વારા દહાણું ખાતે આવેલ એજ્યુકેશન સોસાયટીમા ભણતા વિદ્યાર્થીઓને જિંદગીની રાહમા પગભર થવા વિવિધ પ્રકારની શૈક્ષણિક સહાય આપવામા આવે છે. આમ માનવતારૂપી પુષ્પનું કામ મલાડ વૉકેથોન કરી રહી છે. મુંબઈના મલાડ પૂર્વમા ૩ ડિસેમ્બરે નિર્મલ બંગ દ્વારા આયોજીત મલાડ વોકેથોનના ૪થા વર્ષમા આશરે પાંચ હજાર સ્પર્ધકો ભાગ લેશે. જેમાં 3, ૫ અને ૧૦ કિલોમીટરની વૉક સ્પર્ધા રાખવામા આવી છે. સ્પર્ધકોએ બ્લુ કલરના ટી શર્ટ પહેરવાના રહેશે, જ્યારે ભારતીય સંસ્કૃતિને પ્રમોટ કરવા ૧,000 થી વધુ મહિલાઓ બ્લ્યુ રંગની સાડીમા વૉક કરશે. આ વૉકેથોનમા મુંબઈ પોલીસ, એનએસજી, આર્મી અને નેવી પણ ભાગ લેવાના છે.
મલાડ વોકેથોનમાં ૩,૫,૧0 કિલોમીટર ઉપરાંત બાળકો માટે ફન વૉકનુ આયોજન કરાયું છે. દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહિત કરવા વૉકનું આયોજન કરવામા આવ્યુ છે. સૌથી મોટુ આકર્ષણ મહિલાઓ રહેશે.અંદાજે ૬0 ટકા સ્પર્ધકો મહિલાઓ છે, જેમાંથી ૧,૦૦૦ મહિલાઓ સાડી પહેરી વૉક કરશે. જ્યારે મુંબઈ પોલીસ, એનએસજી, આર્મી અને નેવી તેના ગણવેશમા વૉક કરશે. ૩ ડિસેમ્બરે જ વિશ્વ દિવ્યાંગ
(વર્લ્ડ ડિઝેબિલીટી) ડે દિવસ તરીકે ઉજવાય છે. આ વોકેથોનમાં ૨૫૦ દિવ્યાંગ બાળકો પણ ભાગ લેશે. સ્પર્ધકો માટે બ્લુ રંગના તમામ સાઈઝના ટી શર્ટનું વિતરણ શરૂ કરવામા આવ્યુ છે તેમ ટીમ મલાડ વોકેથોનના ડૉ. સિધ્ધાર્થ હરીતવાલે જણાવ્યુ હતુ.
આજની નારી પુરુષથી પણ કમ નથી અને કોઇ પણ પરિસ્થિતિમાં અનુકુળ થઈ સફળ બની શકે છે.તેની પણ ઝાંખી જોવા મળશે. બાળકો માટે ફન વૉકમાં પરિવાર પણ સહભાગી થશે અને ભારતની શક્તિના પ્રતિકરૂપે ઈંડિયન નેવી, એનએસજી, આર્મી અને પ્રજાના રક્ષણ માટે સદા તત્પર મુંબઈ પોલીસનો અદભુત સંગમ દેશદાઝ દર્શાવશે. આ સ્પર્ધા મલાડ પૂર્વના ગોવિંદનગરના સંજય ગાંધી પાર્કથી શરૂ થઈ વિવિધ કિલોમીટરની વૉક કરી અહીં જ પાછી પૂરી થશે. આ સ્પર્ધામા અનેક શાળાઓએ તેમના વિદ્યાર્થીઓનું નામ નોંધાવ્યુ છે. જ્યારે ઓફિશિયલ પાર્ટનર છે મુંબઈ મહાનગર પાલિકા, બ્રહ્ણાકુમારી, લાયન્સ કલબ ઑફ ઉડાન. ગોરેગાંવ સ્પોર્ટ્સ કલબ, બીવીપી ફિલ્મેસીટી ચેરીટી ટ્રસ્ટ, ટેલવિંડ ફાયનાન્સિયલ સર્વિસિસ વગેરે છે.
Comments 1