છઠ પૂજાના પાવન અવસરે કેન્દ્રિય પ્રધાન પિયુષ ગોયલે ભાજપના બોરિવલી મતદાર સંઘના ઉમેદવારના ચૂંટણી પ્રચાર કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં જણાવ્યું હતું કે, મહા વિકાસ આઘાડીએ સત્તામાં આવતાની સાથે જ તમામ વિકાસ કાર્યો બંધ કરી દીધા હતા. તેથી, તે મહા વિકાસ આઘાડી નહીં પણ મહા વિનાશ આઘાડી છે.
પિયુષ ગોયલે વધુમાં જણાવ્યું કે, મહા વિકાસ આઘાડીએ સત્તામાં આવવાની સાથે જ કોસ્ટલ રોડ, મેટ્રો સહિતના તમામ વિકાસ કામોમાં અવરોધ ઊભા કરી એને અટકાવી દીધાં હતાં. એટલે એ મહા વિકાસ આઘાડી નહીં પરંતુ મહાવિનાશ આઘાડી છે.
બોરિવલી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ઉમેદવાર સંજય ઉપાધ્યાયના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પિયુષ ગોયલે જણાવ્યું કે, સંજય ઉપાધ્યાય છેલ્લા ચાર દાયકાથી ભાજપમાં સક્રિય છે. 1984માં ચૂંટણી દરમિયાન રામ જેઠમલાણીની ઝુંબેશમાં મતદારોની સ્લિપ લખવાના કાર્યથી ભાજપમાં સક્રિય થયા. પક્ષમાં સંજય ઉપાધ્યાય ક્રમશ: પ્રગતિ કરી અને ભારતીય જનતા મોરચાના મુંબઈના અધ્યક્ષ બન્યા.
પિયુષ ગોયલે લોકોને અપીલ કરી હતી કે તેઓ પક્ષના ઉમેદવારને ભારે બહુમતિથી વિજયી બનાવે. પિયુષ ગોયલે ઉપસ્થિત ભાજપ અને મહાયુતિના કાર્યકર્તાઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી કે આગામી ચૂંટણીમાં બોરિવલીમાં 70 ટકાથી વધુનું મતદાનનું લક્ષ્ય હાંસલ કરશે. બોરિવલીની નાની-મોટી તમામ સમસ્યાઓ દૂર કરીને અમે ઉત્તર મુંબઈને શ્રેષ્ઠ મુંબઈ બનાવીશું.
બોરિવલી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર સંજય ઉપાધ્યાયના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન ગોયલે જણાવ્યું કે આપણી હરિફાઈમાં કોઈ નથી, આપણી જીત નિશ્ચિત છે,
સમગ્ર કાર્યક્રમ દરમિયાન જય ભવાની-જય શિવાજી, હર હર મહાદેવ, ભારત માતા કી જય, વંદે માતરમ અને જય શ્રી રામના નારાથી ગૂંજી રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ભાજપના ઉમેદવાર સંજય ઉપાધ્યાયે કહ્યું કે, હું તમારા ભાઈ તરીકે હંમેશા તમારી સાથે રહીશ. જો કોઈ મુંઝવણ હશે તો આપણે બધા સાથે મળીને તેનું નિરાકરણ કરશું. બોરિવલીમાં 1978થી ભાજપ હંમેશા જીતતું આવ્યું છે. બોરિવલી એ મુંબઈનું સાંસ્કૃતિક પરું છે જ્યાં તમામ સમુદાયના લોકો સુમેળથી રહે છે. મને જે પ્રેમ અને સમર્થન મળી રહ્યું છે તેના માટે હું હંમેશા આપનો ઋણી રહીશ. બોરિવલીના લોકોનો ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે ભાજપ અને મહાયુતિને ભારે મતોથી જીત મળશે.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત રહેલા આરપીઆઈ સાંસદ રામદાસ આઠવલેએ કાવ્યાત્મક રીતે કહ્યું – બહારના લોકો ગમે તેટલો અવાજ ઉઠાવે – આ બીજેપીના બાલે કિલ્લો છે, મહાયુતિની સાથે મારા પોતાના ઉમેદવાર છે. તેમણે જંગી મતોથી જીતવાનું છે.
આ કાર્યક્રમ દરમિયાન ભાજપ-આરપીઆઈ, શિવસેના, ભાજપના પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, ભાજપના ધારાસભ્ય પ્રવીણ રાણે, પૂર્વ ધારાસભ્ય સુનિલ રાણે, પૂર્વ સાંસદ રામ નાઈક, કામદાર સંઘના નેતા અભિજીત રાણે સહિત મોટી સંખ્યામાં ભાજપ-આરપીઆઈ, શિવસેનાના કાર્યકરો હાજર રહ્યા હતા.