• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Maharashtra

વાત મહારાષ્ટ્રના મંત્રાલયની શાપિત કેબિનની

પ્રધાન કેમ 602 નબરની કેબિનમાં બેસવા તૈયાર નથી?

by P C KAPADIA
July 12, 2023
in Maharashtra
0
વાત મહારાષ્ટ્રના મંત્રાલયની શાપિત કેબિનની
Share on FacebookShare on Twitter

મહાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ થઈ. રાષ્ટ્રવાદી કૉંગ્રેસના ભાગલા થયા બાદ અજિત પવારનું જૂથ ત્રીજા પાર્ટનર તરીકે સત્તાધારી પક્ષમાં જોડાયું અને નવ પ્રધાનોએ શપથ પણ લીધા. જોકે અજિત પવાર સત્તામાં વ્યા બાદ ફરી મંત્રાલયની કેબિન નંબર 602નું ભૂત ધુણવા લાગ્યુ છે. હકીકકતમાં મંત્રાલયના છઠ્ઠા માળે આવેલી કેબિન અપશુકનિયાળ હોવાનું મંત્રાલયમાં ચર્ચાતું રહ્યું છે. કારણ, અત્યાર સુધી કેબિન જે કોઈ પ્રધાનને ફાળવવામાં આવી છે એમની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાઈ છે. એમાં નાયબ મુખ્ય પ્રધાનના શપથ લેનારા અજિત પવારે આ કેબિનમાં બેસવાની ના પાડી હોવાનું કહેવાઈ રહ્યું છે.

મંત્રાલયના છઠ્ઠા માળે 601 નંબરની કેબિનમાં રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે બેસે છે. તો 602 નંબરની કેબિનમાં ઘણા વરસોથી કોઈ પ્રધાન બેસવા તૈયાર નથી. 603 નંબરની કેબિન મુખ્ય પ્રધાનના પ્રિન્સિપલ સેક્રેટરી બ્રિજેશ સિંહ પાસે છ. તો 604 નંબરની કેબિનમાં ભાજપના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સેક્રેટરી શ્રીકર પરદેસી બેસે છે. જ્યારે 605 નંબરની કેબિનમાં બેસી દેવેન્દ્ર ફડણવીસ તેમનો કાર્યભાર સંભાળે છે.

2014માં અજિત પવાર 602 નંબરની કેબિનમાં બેઠા અને…

કેબિન નંબર 602માં બેસતા પ્રધાન કેમ ડરે છે એ જોઇએ. એવું ચર્ચાય છે કે આ કેબનમાં જે પ્રધાન બેસે છે એની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાય છે. એવું કહેવાય છે કે 2014માં અજિત પવાર 602 નંબરની કેબિનમાં બેસતા હતા. એ સમયે અનેકવાર મુખ્ય પ્રધાન પદની ખુરસીએ હાથતાળી આપી હતી. આ કેબિનમાં હતા ત્યારે જ સીંચન અને શિખર બેન્ક ગોટાળાના આરોપ મુકાયા. ત્યાર બાદ 2019માં પરોઢિયે થયેલી સોગંદવિધિ અને 2023માં બપોરની શપથ વિધિ એમ બે વાર તેમણે શપથ લીધા.

ક્યા નેતાને આ કેબિન ફાળવવામાં આવી?

2014માં ભાજપ સત્તામાં આવ્યા બાદ એકનાથ ખડસેને 602 નંબરની કેબિન ફાળવવામાં આવી. ખડસે પાસ સાતથી વધુ ખાતા હતા. જોકે તેમના વિરુદ્ધ આરોપોની ઝડી વરસી હતી. તેમની સામે થયેલા આક્ષેપોને પગલે દોઢ વરસમાં જ રાજીનામું આપવું પડ્યું.

એકનાથ ખડસેના રાજીનામા બાદ ભાજપના નેતા પાંડુરંગ ફુંડકર 602 કેબિનમાં આવ્યા. ખડસેનું કૃષિ ખાતું તેમને ફાળવાયું. જોકે તેમનું અકાળે અવસાન થયું.

પાંડુરંગ ફુંડકર બાદ ભાજપના અનિલ બોંડે 602 કેબિનમાં આવ્યા. ફુંડકરની જગ્યાએ બોંડે કૃષિ પ્રધાન બન્યા. જોકે પ્રધાન હોવા છતાં 2019માં થયેલી ચૂંટણીમાં બોંડે હારી ગયા. જોકે રાજ્યસભાના સભિય બનાવી તેમનું રાજકીય પુનર્વસન કરાયું.

મંત્રાલયના છઠ્ઠા માળે આવેલી કેબિન નંબર 602 શાપિત હોવની ચર્ચામાં વાસ્તુદોષ હોવાનું કહેવાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દક્ષિણ મુખી ઘર કે ઑફિસ અશુભ માનવામાં આવે છે. છઠ્ઠા માળે આવેલી કેબિનની રચના અને દિશા જોઇએ તો મુખ્ય પ્રધાનની કેબિન પૂર્વ દિશામાં, પ્રિન્સિપલ સેક્રેટરીની કેબિન પશ્ચિમ દિશામાં, નાયબ મુખ્ય પ્રધાનની કેબિનનો દરવાજો ઉત્તર દિશા તરફ છે. જ્યારે 602 નંબરની કેબિન દક્ષિણ મુખી છે.

દરમિયાન, અજિત પવાર જો 602 નંબરની કેબિનમાં બેસવાના ન હોય તો છઠ્ઠા માળે તેમની કેબિન કઈ હશે? કારણ, અત્યાર સુધી મુખ્યત્વે છઠ્ઠા માળે મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનની કેબિનો હતી. મહાવિકાસ આઘાડીની સરકાર હતી ત્યારે અત્યારે જે કેબિન દેવેન્દ્ર ફડણવીસને ફાલવવામાં આવી છે ત્યાં અજિત પવાર બેસતા. પરંતુ મહારાષ્ટ્રમાં પહેલીવાર બે નેતા નાયબ મુખ્ય પ્રધાન બનતા કેબિનની ફાળવણીમાં ફેરફાર કરવો પડશે.

જોકે મળતી જાણકારી મુજબ પ્રિન્સિપલ સેક્રેટરી અને નાયબ મુખ્ય પ્રધાનના સેક્રેટરીને અન્યત્ર ખસેડી તેમની 603 અને 604 નંબરની કેબિન ભેગી કરી એ અજિત પવારને ફાળવવામાં આવે એવી ચર્ચા મંત્રાલયમાં ચાલી રહી છે.

Tags: Ajit PawarDevendra FadanvisEknath KhadseEknath ShindeMaharashtraMantralayઅજિત પવારએકનાથ ખડસેએકનાથ શિંદેદેવેન્દ્ર ફડણવીસમંત્રાલયમહારાષ્ટ્ર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું

એમસીએક્સ પર ચાંદીના વાયદાના ભાવમાં રૂ.542નો ઉછાળોઃ સોનું, ક્રૂડ તેલમાં સીમિત રેન્જમાં સુધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com