• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Monday, July 20, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

સુરતની ડોનેટ લાઈક દ્વારા ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ’નું આયોજન

પતંગોત્સવથી ડોનેટ લાઈકે ઓર્ગન ડોનેશનનો સંદેશ આપ્યો

by P C KAPADIA
January 10, 2023
in Gujarat
0
સુરતની ડોનેટ લાઈક દ્વારા ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ’નું આયોજન
Share on FacebookShare on Twitter

દેશમાં ઉતરાયણની ઉજવણીની તડામાર તૈયારી ચાલી રહી છે ત્યારે સુરતમાં ડોનેટ લાઇક દ્વારા એક અનોખા પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પતંગોત્સવના આયોજનનો હેતુ હતો અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે.

દેશમાં દર વર્ષે પાંચ લાખથી વધુ વ્યક્તિઓ ઓર્ગન ન મળવાને કારણે મૃત્યુ પામે છે. ત્યારે અંગદાન માટે જનજાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય છેલ્લા સત્તર વરસોથી કરતી અને ગુજરાતમાં અંગદાન કરાવવામાં અગ્રેસર એવી સુરતની ‘ડોનેટ લાઇક’ સંસ્થા દ્વારા સમાજ અંગદાન પ્રત્યે જાગૃત થાય, લોકો કેડેવર ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજે, વધુ ને વધુ વ્યક્તિઓ બ્રેઇન ડેડ વ્યકિતના અંગોનું દાન કરાવીને દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાય. જે પરિવારોએ તેમના બ્રેઇન ડેડ સ્વજનના અંગોનુ દાન કરાવીને સેંકડો દર્દીઓને નવજીવન આપ્યું છે તેઓ પ્રતિ આભારની લાગણી વ્યકત્ત કરવાના ઉદેશ્ય સાથે ડોનેટ લાઈક અને સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન દ્વારા ‘પતંગોત્સવ ઓર્ગન ડોનર પરિવારને સંગ’નું આયોજન લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. એ સાથે ઓર્ગન ડોનેશનના સંદેશા લખેલા પતંગોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તો વિવિધ પ્રકારના પોસ્ટરો દ્વારા અંગદાન જીવનદાનનો સંદેશો પણ પાઠવવામાં આવ્યો હતો.

પુણેના પ્રકાશે નવા હાથ સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણ્યો

ઓક્ટોબર, ૨૦૨૧માં ધાર્મિક કાકડિયા નામના ૧૪ વર્ષના બાળકના બંને હાથ, પુણેના ૩૧ વર્ષીય યુવાન પ્રકાશમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, ધાર્મિકના હાથ મેળવનાર પ્રકાશ તેના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યો હતો. હાથના ટ્રાન્સપ્લાન્ટથી નવું જીવન મેળવનાર પ્રકાશ અને તેનો પરિવાર ખૂબ જ ખુશ હતો. પ્રકાશે જણાવ્યું કે તે ધામિઁકના હાથ વડે એ સતકર્મો કરવાના પ્રયાસો કરશે.

જાન્યુઆરી ૨૦૨૨માં કનુભાઈ પટેલ નામના ૬૭ વર્ષીય પ્રૌઢના બંને હાથ ઔરંગાબાદની ૩૫ વર્ષીય મહિલા અનિતામાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યાં હતાં. અનિતા તેના પરિવાર સાથે ઉપસ્થિત રહી હતી. કનુભાઈ પટેલનો પરિવાર અનિતાને મળ્યો ત્યારે કનુભાઈના પરિવારના સભ્યોને એવી લાગણી થઈ કે અમારા પિતા અમને આશીર્વાદ આપી રહ્યા છે.

પ્રકાશ અને અનિતા સાથે શહેરના ડૉકટરો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ હાથ મેળવ્યા ત્યારે દરેક વ્યક્તિ રોમાંચિત થઇ હતી. એક અલગ પ્રકારનો આનંદ દરેકના ચહેરા ઉપર હતો. પ્રકાશ અને અનિતાએ ડોનેટ લાઈકના માધ્યમથી મળેલા સ્વ.ધાર્મિક અને સ્વ.કનુભાઈના હાથ વડે પતંગ ચગાવ્યા હતા ત્યારે ઉપસ્થિત દરેક વ્યક્તિએ આ ક્ષણને તાળીઓથી વધાવી લીધી હતી.

ઔરંગાબાદની અનિતા સાથે સ્વ. કનુભાઈના પરિવારજનો

સુરત શહેરના મેયર હેમાલીબહેન બોઘાવાલા અને ધારાસભ્ય પુર્ણેશ મોદીએ પ્રકાશ અને અનિતાનું શાલ અને બુકે આપી તેમના તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. એ સાથે ડોનેટ લાઇકની અંગદાનની પ્રવૃતિની પ્રશંસા કરવાની સાથે અભિનંદન પાઠવ્યા હતા. સુરત ઍરપોર્ટ ડાયરેક્ટ શ્રીમતી અમન સૈનીએ પણ તમામ ઓર્ગન ડૉનર પરિવારોને તેમના સ્વજનના અંગદાનના લીધેલા નિર્ણય માટે અભિનંદન પાઠવ્યા હતા અને ઓર્ગન મેળવનાર વ્યક્તિઓને તંદુરસ્ત આરોગ્ય માટે શુભેચ્છા પાઠવી હતી.

પતંગોત્સવમાં જીએસટી ચીફ કમિશનર પંકજ સિંઘ, CBDTના ભૂતપૂર્વ મેમ્બર આદિત્ય વિક્રમ, છાંયડાના ચેરમેન ભરત શાહ, માજી ધારાસભ્ય શ્રીમતી ઝંખનાબહેન પટેલ, ચેમ્બરના પ્રમુખ હિમાંશુ બોડાવાલા, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશનના ચેરમેન હેમંત કોન્ટ્રાક્ટર, શહેરના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપ સિંધી, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખો, વિવિધ સ્કૂલો-કૉલેજોના NCC અને ડડના વિધાર્થીઓ સહિત મોટી સંખ્યામાં શહેરના ડૉકટરો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો અને શહેરીજનોએ ઉપસ્થિત રહી ઓર્ગન ડોનર પરિવારો અને ડોનેટ લાઈકને તેમણે કરેલા કાર્યને બિરદાવી અભિનંદન આપ્યા હતા.

  • રાજકોટ ન્યુઝ
Tags: Donate LikeOrganDonorSuratઅંગદાનડોનટ લાઇકસુરત
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
દેખ જિન્નાહ તેરે દેશ કે ક્યા હો ગયે હાલાત, કિતના ભિખારી હો ગયા પાકિસ્તાન

દેખ જિન્નાહ તેરે દેશ કે ક્યા હો ગયે હાલાત, કિતના ભિખારી હો ગયા પાકિસ્તાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com