નેશનલ યુનિયન ઑફ જર્નલિસ્ટ્સ-ઇન્ડિયાના અધ્યક્ષ રાસ બિહારીએ તાજેતરમાં હિન્દુસ્તાન અખબારના પત્રકાર પ્રમોદ ડાલાકોટી તથા અન્યો પર થયેલા હુમલાને આકરા શબ્દોમાં વખોડી કાઢ્યો હતો. ડાલાકોટી તથા અન્યો પર બે વિદ્યાર્થી કાર્તિક બોરા અને પંકજ ખત્રી અને તેમના સાથીદારોએ પત્રકાર પર હુમલો કર્યો હતો. પત્રકાર એક ન્યુઝનું કવરેજ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના ત્યારે બની હતી. આ પત્રકારો સામેની આક્રમકતા અને હિંસા થઈ રહી હોવાનું સ્પષ્ટ ઉદાહરણ છે.
આરોપીઓએ પત્રકારો પર માત્ર હુમલો જ જ નહોતો કર્યો પણ તેમની પાસેના ઉપકરણો નષ્ટ કરવાનો અને સામાન લૂંટવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે રવિવારે બનેલી એક ઓર ઘટનામાં લોકોએ પોલીસ સ્ટેશનમાં એક મહિલા પત્રકાર સાથે દુર્વ્યવહાર કર્યો અને આરોપીઓની સુરક્ષાની માગણી કરી હતી.
એનયુજેઆઈના અધ્યક્ષ રાસ બિહારીએ જણાવ્યું કે પત્રકારો વિરુદ્ધ આ પ્રકારની હિંસા સહન કરી શકાય નહીં. એ સાથે હિંસાનો ભોગ બનેલા પત્રકારોને હેલી તકે ન્યાય મળે એ માટેની કાર્યવાહી હાથ ધરવાની માગણી કરી હતી. ઉપરાંત ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને એ માટે આવા જધન્ય કૃત્યો માટે જવાબદાર લોકો વિરુદ્ધ તાત્કાલિક કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવે.