સૂર્યદેવનાં પત્ની ભગવતી રાંદલમાતાનું મંદિર આવેલું છે જ્યાં નવરાત્રિમાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે બોરીવલી પશ્ચિમ ખાતે સ્ટેશન નજીક આવેલું આ મંદિર થોડા વરસ પહેલાં જ બાંધવામાં આવ્યું છે. મંદિરની ખ્યાતિ એટલી છે કે પૂનમ અને અમાસના દિવસે મહારાષ્ટ્રંભરમાંથી ભક્તો આવે છે.
અહીં દર પૂનમે ભંડારો તેમ જં અમાસના બ્રહ્મભોજ કરાવાય છે તેમ માતાજીની સ્થાપના કરાવનાર હર્ષદભાઈએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, તેમના સપનામાં માતાજી આવ્યા હતા અને અહીં મંદિર બનાવવાનો આદેશ આપ્યો હતો. અહીં આવતા ભક્તોને પરચા મળે છે તેમ જં માનતા પૂરી થતી હોવાનું પણ કહેવાય છે.