મુંબઈના પૉશ વિસ્તાર જુહુ ખાતે આવેલા બેસ્પોકવાલા સ્ટોરનું ઉદઘાટન બૉલિવૂડ સ્ટાર ચિત્રાંગદા સિંહે કર્યું હતું. સ્ટોરના માલિક ઈમરાન શેખ અને તેમના ભાગીદાર ઉદય મહાવરે મુખ્ય મહેમાનનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ચિત્રાંગદા સિંહ ઉપરાંત અનેક સેલિબ્રિટીઝ પણ રહી હતી.
બેસ્પોકવાલા ખાતે રજૂ કરાયેલા વિવિધ પ્રકારના ડિઝાઇનર બ્રાઈડલ કલેક્શનથી ચિત્રાંગદા સિંહ ઘણી પ્રભાવિત થઈ હતી. તેને કેટલાંક ડ્રેસ ઘણા ગમ્યા હતા.
ચિત્રાંગદા સિંહે કહ્યું કે, ઈમરાન શેખનો આ સ્ટોર નવવધૂઓ માટે ખાસ ગણી શકાય. કારણ અહીં વિવિધ પ્રકારના ડિઝાઇનર આઉટફિટ ઉપલબ્ધ છે જે ખૂબ જ આકર્ષક છે. લગ્નની મોસમ નજીકમાં હોવાથી, સ્ટોરનો શુભારંભ કરવાનો આ યોગ્ય સમય છે. ઇમરાને દરેક ડ્રેસ અને કૉસ્ચ્યુમ ખૂબ જ વિગતવાર, ઝીણવટભર્યા કામ સાથે તૈયાર કર્યા છે. મેં બેસ્પોકવાલા ખાતે ભારતીય વસ્ત્રો જોયા અને બ્રાઈડલ કલેક્શનમાં દેશી અને હિન્દુસ્તાની વાઈબ પાછું લાવવામાં આવી રહ્યું છે. મને લાગે છે કે ભારતીય પરંપરાના ડ્રેસ કન્યાને વધુ સુંદર બનાવે છે. ઈમરાન આ જ પરંપરાને આગળ ધપાવી રહ્યો છે. હું બેસ્પોકવાલાને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.
બેસ્પોકવાલાની વિશેષતા જણાવતા ઈમરાન શેખે કહ્યું કે અમે હાથથી બનેલી વસ્તુઓનો ઉપયોગ કરવામાં માનીએ છીએ. લહેંગામાં વપરાતું ફેબ્રિક પણ હાથથી જ બનાવવામાં આવે છે. જ્યારે ભરતકામ પણ અત્ત ઝીણવટપૂર્વક કરવામાં આવે છે. એટલા માટે હું કહી શકું છું કે તમને આવી ગુણવત્તા ક્યાંય જોવા નહીં મળે.
એ સાથે ઇમરાને ઉમેર્યું કે નાના શહેરોના લોકોને પણ પરવડી શકે એટલી કિંમતમાં ડિઝાઇનર વેર ઉપલબ્ધ છે. હું સમજું છું કે લગ્ન એ શોપિંગ નથી પરંતુ એક અનોખો અનુભવ છે અને અમે વર-કન્યાને રાજા-રાણી જેવી ટ્રીટ આપવા માંગીએ છીએ. એ સાથે ડિઝાઈનર ઈમરાન શેખે જણાવ્યું કે સામાન્ય રીતે એવી માન્યતા છે કે લગ્નના દિવસે દુલ્હને લાલ રંગના કપડા પહેરવા જોઈએ, પરંતુુ અમારું માનવું છે કે દુલ્હનને અલગ-અલગ રૂપ અને રંગોમાં રજૂ કરવી જોઈએ, તેથી અમારી પાસે વાદળી, પીળા રંગના કપડાં છે, લહેંગા પણ છે જે દુલ્હન પર ખૂબ જ આકર્ષક લાગશે.
ચિત્રાંગદા સિંહને પોતાના સ્ટોરના લૉન્ચિંગમાં ચીફ ગેસ્ટ તરીકે આમંત્રિત કરવા અંગે ઈમરાને કહ્યું કે અમારી બ્રાન્ડ અને તેના ટાર્ગેટ ગ્રાહકો અનુસાર ચિત્રાંગદા એક પરફેક્ટ ચહેરો છે, જેની તારીખ પ્રમાણે અમે સ્ટોરનું ઓપનિંગ રાખ્યું હતું.
જ્યારે બેસ્પોકવાલાના ભાગીદાર ઉદય મહાવરે કહ્યું કે ચિત્રાંગદા સિંહે ઉપસ્થિત રહી શોભામાં અભિવૃદ્ધિ કરી છે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં દક્ષિણ મુંબઈના કાલાઘોડા ઉપરાંત દુબઈમાં સ્ટોર શરૂ કરવા જઈ રહ્યા છીએ.