22 એપ્રિલ, 2025ના જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ઘાતકી આતંકવાદી હુમલાને કારણે કાશ્મીરી પંડિતો એકદમ સ્તબ્ધ અને વ્યથિત થયા છે. આતંકવાદીઓએ બૈસારન ઘાટી ખાતે હિન્દુ સહેલાણીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્ જેમાં અંદાજે 28 નિર્દોષ લોકો માર્યા ગયા અને વીસ કરતા વધુ ઘાયલ થયા.

આ જધન્ય હુમલો માત્ર માનવતા વિરુદ્ધ જ નથી પણ આ દર્શાવે છે કે કાશ્મીરના ખીણ વિસ્તારમાં લઘુમતિઓની સુરક્ષા અત્યારે પણ એક ગંભીર ચિંતાનો વિષય છે. અમે આ બર્બર કૃત્યની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ. એ સાથે દોષીઓની તાત્કાલિક ધરપકડ કરી તેમને કડકમાં કડક સજા કરવામાં આવે એવી માગણી અમે સરકાર સમક્ષ કરીએ છીએ.
કાશ્મીરી પંડિત સમુદાય પીડિત પરિવારો સાથે ખભેખભે મિલાવી ઊભો છે. આતંકવાદી હુમલામાં પરિવારજનોને ગુમાવનાર પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના. આ હુમલાને કારણે અમારા જૂનાં ઘા તાજા થયા છે. ત્યારે અમારે પણ આવી જ નફરત અને હિંસાનો સામનો કરવો પડ્યો હતો.
આ સીથે અમે સરકારને અપીલ કરીએ છીએ કે આ ઘટનાની પૂરી તપાસ કરે અને એવા પગલાં ભરે જેથી ભવિષ્યમાં આ પ્રકારની ઘટનીઓનું પુનરાવર્તન ન થાય. આ સમય સમગ્ર દેશે આતંકવાદ વિરુદ્ધ એકત્ર આવી લડવાની જરૂ છે. એ સાથે કોઈ પણ નિર્દોષ નાગરિકની તેમની આસ્થા કે ધર્મના નામે હત્યા ન થાય એવા પગલાં લેવામાં આવે એમ ભાજપ જમ્મુ કાશ્મીર વિભાગ મુંબઈના જિલ્લા અધ્યક્ષ અજય કૌલ સારસ્વતે જણાવ્યું હતું.






