અરુંધતી રૉય અને કાશ્મીર કેન્દ્રિય વિશ્વવિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય કાયદા અંગેના પૂર્વ પ્રોફેસર ડૉ. શેખ શૌકત હુસેને 21.10.2010ના નવી દિલ્હીના એલટીજી ઑડિટોરિયમમાં આઝાદી – ધ ઓન્લી વે બેનર હેઠળ આયોજિત એક સંમેલનમાં કથિત પણે ભડકાઉ ભાષણ આપ્યા હતા. સંમેલનમાં જે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી એમાં કાશ્મીરને ભારતથી અલગ કરવાનો પ્રોપેગેન્ડા પણ સામેલ હતો. દિલ્હીના ઉપરાજ્યપાલ વી.કે. સક્સેનાએ અનલૉફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન ઍક્ટ (યુએપીએ)ની કલમ 45(1) હેઠળ કેસ ચલાવવાની મંજૂરી આપી છૈ. બંને વિરુદ્ધ સુશીલ પંડિતે કરેલી ફરિયાદના આધારે 28 ઓક્ટોબર, 2010માં એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ અગાઉ એલજીએ ઓક્ટોબર 2023માં આઈપીસીની કલમ 153એ/153બી અને 505 અંતર્ગત બંને વિરુદ્ધ કેસ ચલાવવા માટે સીઆરપીસીની કલમ 196 હેઠળ મંજૂરી આપી હતી.
અરુંધતી રૉય અને ગિલાની આક્રમક પ્રચાર કરતા જણાવ્યું કે કાશ્મીર ક્યારેય ભારતનો હિસ્સો નહોતું અને ભારતીય સશસ્ત્ર દળોએ જબરજસ્તી કાશ્મીર પર કબજો જમાવ્યો છે. જમ્મુ કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા તમામ શક્ય પ્રયાસો કરવા જોઇએ. ફરિયાદીએ તેમના ભાષણોનું રેકૉર્ડિંગ પણ પુરાવા તરીકે રજૂ કર્યું હતું.
અરુંધતી રૉય અને શૌકત હુસેન ઉપરાંત કાર્યક્રમમાં કાશ્મીરી અલગતાવાદી સૈયદ અલી ગિલાની, દિલ્હી યુનિવર્સિટીના પૂર્વ લેક્ચરર એસએઆર ગિલાની જે સંસદ પર હુમલાનો આરોપી હતો પણ કોર્ટે છોડી મુક્યો હતો. ઉપરાંત એક્ટિવિસ્ટ વરવરા રાવ પણ સામેલ હતા. જોકે આ ત્રણેય મૃત્યુ પામ્યા છે.
ફરિયાદી સુશીલ પંડિતે નવી દિલ્હીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં પોલીસ તપાસની માગણી કરી હતી. જેના પગલે કોર્ટે નવેમ્બર 2010માં એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો.






