ભારત સ્વતંત્રતાનો અમૃત મહોત્સવના વર્ષારંભના મુહૂર્તે પુણેમાં રીતસરનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંદિર બનાવાયું છે. પુણેના ઔંધ ગમે બનાવેલા મંદિરમાં મોદીની અર્ધ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એ સાથે મોદીએ કરેલા કર્યો પર આધારિત એક કવિતા પણ મોટા બેનર પર મુકવામાં આવી છે.
ઔંધ ગામના એડવોકેટ મધુકર મુસળેની પરિકલ્પના મયુર મુંદે અને અન્ય કાર્યકર્તાઓએ મોદી મંદિર બનાવ્યું છે. એ વિસ્તારના વરિષ્ઠ નાગરિક કે. કે. નાયડુના હસ્તે ૧૫ ઓગસ્ટે મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મયુર મુંડેએ જણાવ્યું કે મોદી સત્તામાં આવ્યા બાદ અનેક મહત્વના કમો કાર્ય છે. જેમાં રામ મંદિરનું બાંધકામ, જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવવી, ટ્રીપલ તલાક અંગેનો કાયદો જેવી અનેક બાબતોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કોઈ વડાપ્રધાને આ કર્યો કરવાની હિંમત સુદ્ધાં કરી નહોતી એ નરેન્દ્ર મોદીએ સાત વર્ષમાં કરી બતાવ્યું.