ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે ખાસ શોના પણ આયોજન થઈ રહ્યા છે
કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો વિશેની કડવી હકીકત દર્શાવતી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ આજકાલ ચર્ચામાં છે.
કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ કરી રહી છે. તો રિલીઝ બાદ અનેક નેતાઓ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. દિલ્હીના મુખ્ય પ્રધાને તો વડા પ્રધાન ફિલ્મ સર્જક વિવેક અગ્નિહોત્રી ચરણોમાં પડ્યા હોવાની વિવેકહીન ટિપ્પણી પણ કરી. આમ છતાં સામાન્ય નાગરિકોને કાશ્મીરી પંડિતો પર ત્રીસ વરસ પહેલાં થયેલા અત્યાચાર, સામૂહિક હત્યાકાંડ બાદ કાશ્મીર છોડી નિરાશ્રિત તરીકે રહેવા મજબૂર બનેલા પંડિતોની વ્યથા દર્શાવતી ફિલ્મ દર્શકોના હૃદયને સ્પર્શી ગઈ છે.

ફિલ્મ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટે ખાસ શોના પણ આયોજન થઈ રહ્યા છે.
ભારતીય જનતા પક્ષના મુંબઈના નગરસેવક અતુલ શાહે આજે, (રવિવાર, ૨૭ માર્ચ)ના સવારે એક ખાસ શોનું આયોજન કર્યું હતું. મેટ્રો આઇનોકસ ખાતે આયોજિત શોમાં મુંબાદેવીના કાર્યકરોએ ફિલ્મ જોઈ હતી.