કેન્દ્ર સરકારે તમામ મીડિયા ચૅનલોને સુરક્ષા અભિયાન અને સૈન્યોની હેરાફેરીનું લાઇવ કવરેજ દર્શાવવા પર મનાઈ ફરમાવી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલય (આઈ એન્ડ બી)એ આજે આ અંગેની એડવાઇઝરી જારી કરી છે.
કેન્દ્રએ તમામ મીડિયા ચૅનલોને રક્ષા અભિયાન અને સુરક્ષા દળોના આવાગમનનું લાઇવ કવરેજ દર્શાવવાથી દૂર રહેવા માટે કહ્યું છે.
માહિતી અને પ્રસારણ મંત્રાલય (આઈ એન્ડ બી)એ આજે આ અંગેની એડવાઇઝરી તમામ મીડિયા પ્લેટફોર્મ, ન્યુઝ એજન્સીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સ માટે જારી કરી હતી.
માહિતી અને પ્રસારણ મંત્રાલયે મીડિયા ચૅનલો અને ન્યુઝ એજન્સીઓને રક્ષા અને અન્ય સુરક્ષા અભિયાન સંબંધિત બાબતોનું રિપોર્ટિંગ કરતી વખતે જવાબદારીપૂર્વક વરતવાની સાથે હાલના કાયદા કાનૂનનુ સખ્તાઈપૂર્વક પાલન કરવા જણાવ્યું છે.
એડવાઇઝરીમાં જણાવાયું છે કે, સુરક્ષા અભિયાન કે આવનજાવન સંબંધિત સ્રોત આધારિત સમાચાર અંગે કોઈ વાસ્તવિક સમયનં કવરેજ, વિઝ્યુઅલ્સનું પ્રસારણ કે રિપોર્ટિંગ થવું ન જોઇએ. સંવેદનશીલ જાણકારીનો સમય પહેલાં ખુલાસો શત્રુઓને સહાયરૂપ થઈ શકે છે. એટલું જ નહીં, સૈન્યની હેરાફેરી પર અસર થવાની સાથે સૈનિકોની સુરક્ષા જોખમમાં મુકાય છે. મંત્રાલયે જણાવ્યું કે, 1999માં કારગિલ યુદ્ધ અને કંધાર વિમાન હાઇજેક તથા 2008માં મુંબઈના આતંકવાદી હુમલા દરમિયાન ચૅનલો દ્વારા થતાં લાઇવ પ્રસારણને કારણે રાષ્ટ્રીય હિતો પર પ્રતિકુળ અસરો થઈ હતી.






