• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલમાં 17,21,600 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારો

by P C KAPADIA
January 11, 2022
in Corporate
0
ક્રૂડ પામતેલમાં 36,730 ટનના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં સુધારાનો સંચાર
Share on FacebookShare on Twitter

સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ કપાસ, મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 39 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 96 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 40 પોઈન્ટની મૂવમેન્ટ

ડેઇલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,15,322 સોદાઓમાં કુલ રૂ.10,391.61 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જાન્યુઆરી વાયદામાં 39 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જાન્યુઆરી વાયદામાં 96 પોઈન્ટની તેમ જ એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 40 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 41,118 સોદાઓમાં કુલ રૂ.2,849.86 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,589ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,618 અને નીચામાં રૂ.47,481 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.66 વધી રૂ.47,521ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.68 વધી રૂ.38,243 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,764ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,820 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,993 અને નીચામાં રૂ.60,634 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.99 વધી રૂ.60,766 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.124 વધી રૂ.61,084 અને ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.111 વધી રૂ.61,073 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 11,920 સોદાઓમાં રૂ.2,515.88 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.232.40 અને જસત જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2.30 વધી રૂ.736.05 અને નિકલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.25.2 વધી રૂ.1,594.40 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 27,182 સોદાઓમાં કુલ રૂ.1,857.15 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,834ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,892 અને નીચામાં રૂ.5,812 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.74 વધી રૂ.5,869 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.5.10 ઘટી રૂ.297.30 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,172 સોદાઓમાં રૂ.218.94 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,979ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1979 અને નીચામાં રૂ.1975 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.20.50 ઘટી રૂ.1,977 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જાન્યુઆરી વાયદો 100 કિલોદીઠ રૂ.16,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,112 અને નીચામાં રૂ.15,975 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36 વધી રૂ.16,042ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,110ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1110 અને નીચામાં રૂ.1110 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં કોઈ ફેરફાર વગર રૂ.1110 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.13.20 ઘટી રૂ.1005.60 અને કોટન જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.360 વધી રૂ.35,100 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,707 સોદાઓમાં રૂ.1,509.07 કરોડનાં 3,171.905 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 33,411 સોદાઓમાં કુલ રૂ.1,340.79 કરોડનાં 219.847 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.204.14 કરોડનાં 8,780 ટન, જસતના વાયદાઓમાં રૂ.251.33 કરોડનાં 8,770 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.730.17 કરોડનાં 9,915 ટન, નિકલના વાયદાઓમાં રૂ.1,277.68 કરોડનાં 8,040 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.52.56 કરોડનાં 2,830 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,533 સોદાઓમાં રૂ.1,006.78 કરોડનાં 17,21,600 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 15,649 સોદાઓમાં રૂ.850.37 કરોડનાં 2,84,73,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.0.08 કરોડનાં 8 ટન અને કોટનના વાયદાઓમાં 1,911 સોદાઓમાં રૂ.206.98 કરોડનાં 59375 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 244 સોદાઓમાં રૂ.10.56 કરોડનાં 104.4 ટન, રબરના વાયદાઓમાં 13 સોદાઓમાં રૂ.0.21 કરોડનાં 13 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 2 સોદાઓમાં રૂ.1.11 કરોડનાં 100 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 15,564.369 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 841.273 ટન, એલ્યુમિનિયમમાં 13,625 ટન, જસત વાયદામાં 7,630 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 12,990 ટન, નિકલ વાયદામાં 5,133 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 3,285 ટન, ક્રૂડ તેલમાં 10,13,600 બેરલ અને નેચરલ ગેસમાં 1,28,83,750 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 182675 ગાંસડી, મેન્થા તેલમાં 424.44 ટન, રબરમાં 106 ટન, સીપીઓમાં 36,380 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,422 સોદાઓમાં રૂ.120.76 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 612 સોદાઓમાં રૂ.46.11 કરોડનાં 661 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 737 સોદાઓમાં રૂ.69.29 કરોડનાં 799 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,383 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 926 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જાન્યુઆરી વાયદો 13,950ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,967 અને નીચામાં 13,928ના સ્તરને સ્પર્શી, 39 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 22 પોઈન્ટ વધી 13,945ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જાન્યુઆરી વાયદો 17,315ના સ્તરે ખૂલી, 96 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 99 પોઈન્ટ વધી 17,357ના સ્તરે પહોંચ્યો હતો. એનર્જી ઈન્ડેક્સનો ફેબ્રુઆરી વાયદો 5,880ના સ્તરે ખૂલી, ઊપરમાં 5,890 અને નીચામાં 5,850 બોલાઈ, 40 પોઈન્ટની મૂવમેન્ટ સાથે પ્રથમ સત્રનાં અંતે 18 પોઈન્ટ વધી 5,877ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 31,508 સોદાઓમાં રૂ.2,829.02 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.193.05 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33.13 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,597.65 કરોડનાં કામકાજ થયાં હતાં.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ઓડી ઇન્ડિયાએ ઓડી Q7નું બુકિંગ શરૂ કર્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com