ઓડી એક નવા પ્રોડક્ટ સાથે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ
જર્મન લકઝરી કારના નિર્માતા ઓડીએ આજથી એની આગામી જનરેશનની ઓડી Q7નું બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે.
નવા શક્તિશાળી 3.0L V6 TFSI પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત, નવી ઓડી Q7 એના દેખાવ, શૈલી, આરામદાયક અને સુગમતાનો શુભગ સમન્વય હોવાની ખાત્રી આપે છે. ઓડી Q7ને પચાસ હજાર રૂપિયાની પ્રારંભિક રકમ ચૂકવી બુક કરી શકાય છે.
ઓડી ઇન્ડિયાના વડા બલબીર સિંહ ધિલ્લોંએ કહ્યું કે, ૨૦૨૧માં નવ પ્રોડક્ટ લોન્ચ કર્યા બાદ, અમે ઓર એક નવી પ્રોડક્ટ સાથે નવા વર્ષમાં ડગ માંડી રહ્યા છીએ.
ઓડી Q7 સાથે અમે એને નવી ડિઝાઇન અને ફીચર્સ સાથે એક ડગલું આગળ વધી રહ્યા છીએ. માને વિશ્વાસ છે કે ઓડી Q7ના હાલના અને સંભવિત ગ્રાહકો દ્વારા પસંદ કરાતી રહેશે જેઓ ઓડી પરિવારમાં સામેલ થવા માંગે છે.
ઓડી Q7માં એડેપ્ટિવ એર સસ્પેન્શન, ઓડી ડ્રાઇવ સેલેક્ટ, કવાટ્રો ઓલ-વ્હીલ ડ્રાઇવ જેવા ફીચર્સ છે જે એની બહેતર ડ્રાઇવેબિલીટી અને હેન્ડલિંગમાં સહાયતા કરે છે. ડ્રાઇવર આસિસ્ટ ફિચરમાં પાર્ક આસિસ્ટ પ્લસની સાથે ૩૬૦ ડિગ્રી વ્યું કૅમેરા અને લેન ડીપાર્ચર વોર્નિંગ સામેલ છે.
ઉપરાંત ૪ ઝોન એર કન્ડીશન, એર આયોનાઇઝર અને એરોમેટાડીઝેશન, ૩૦ રંગો સાથે, ૩ડી સાઉન્ડ સિસ્ટમ વગેરે પણ પૂરી પડાય છે.






