• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

ગુજરાત વર્લ્ડ હેરિટેજ ટુરિઝમના નકશા ઉપર ફેવરિટ ડેસ્ટિનેશન બનશે

હેરિટેજ ટુરિઝમના વિકાસ દ્વારા રાજ્યની પ્રાચીન વિરાસતોના વિશ્વભરમાં પ્રચાર માટે ગુજરાત સરકાર સતત પ્રયાસરત

by P C KAPADIA
March 26, 2022
in Gujarat
0
ગુજરાત વર્લ્ડ હેરિટેજ ટુરિઝમના નકશા ઉપર ફેવરિટ ડેસ્ટિનેશન બનશે
Share on FacebookShare on Twitter

રાજ્યના હેરિટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાના ઉદ્દેશ સાથે હેરિટેજ પ્રોપર્ટીના માલિકો અને પ્રવાસન વિભાગ વચ્ચે અંદાજે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે સંપન્ન થયા હતા.

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત યોજાયેલા ‘ગુજરાતના ભવ્ય વારસા’ની ઉજવણી કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને હેરિટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ- સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતેની વિવિધ પ્રવાસન સુવિધાઓના ઇ-લોકાર્પણ કર્યા હતા.

મુખ્ય પ્રધાને આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતની ધરોહર ઉજાગર કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઉદ્દેશને સાકાર કરવા ગુજરાત સરકાર હેરિટેજ ટુરિઝમના વિકાસ થકી રાજ્યની પ્રાચીન વિરાસતોના વિશ્વભરમાં પ્રચાર માટે સતત પ્રયાસરત છે.

એ સાથે તેમણે કહ્યુ કે, પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયકારોને મદદરૂપ બનવા ગુજરાત સરકાર કટિબદ્ધ છે.

કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા ટુરિઝમ સેક્ટરને ફરી પૂર્વવત્ બનાવવા રાજ્ય સરકાર ટુરિઝમ વ્યવસાયકારોની પડખે છે.

તેમણે ઉમેર્યું કે, ટુરિઝમ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સાકાર કરી આ વ્યવસાયને ફરી ધબકતો કરવા માટે ઇન્સેન્ટિવ્ઝ આપવાના ઇનિશિયેટિવ્ઝ લેવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે. વધુને વધુ લોકો ગુજરાતના પ્રવાસન ધામો અને હેરિટેજ સ્થળોની મુલકાતે આવે એ માટે પણ પ્રયાસો કરીશું.

મુખ્ય પ્રધાને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ચાર ‘T’ – ટ્રેડિશન, ટેલેન્ટ, ટેકનોલૉજી અને ટ્રેડના સૂત્રને ટુરિઝમના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની પ્રાથમિક શાળાના હેરિટેજમાં સમાવેશ વિશે અને ગાયકવાડી સરકારના સમયની ૧૦૦ વર્ષ જૂની શાળાને ‘પ્રેરણા કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે કરાયેલા બજેટની જોગવાઇ વિશે છણાવટ કરી હતી

મુખ્ય પ્રધાને પ્રવાસન વિભાગ સાથે MOU કરનારા હેરિટેજ પ્રોપર્ટીઝના માલીકોને અભિનંદનને પાઠવ્યા હતા.

આ અવસરે વડોદરા, રાજકોટ, સંતરામપુર, દેવગઢ બારિયા, બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોને હેરિટેજ ટુરિઝમ તરીકે ડેવલપ કરવાના એમ.ઓ.યુ. થયા હતા.

મુખ્ય પ્રધાને આ એમ.ઓ.યુ.થી ગુજરાતમાં હેરિટેજ પ્રવાસન વેગવંતુ બનશે અને ગુજરાત વર્લ્ડ હેરિટેજ ટુરિઝમના નકશા ઉપર ફેવરિટ ડેસ્ટિનેશન બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

ભૂપેન્દ્ર પટેલે હેરિટેજ પોલિસી પોર્ટલ સંદર્ભે કહ્યું કે, હવે હેરિટેજ પ્રોપર્ટી ધારક એપ્લિકેશનથી લઇ ફીની ચુકવણી સુધીની પ્રક્રિયા ઑનલાઇન કરી શકશે.

જે હેરિટેજ પ્રોપર્ટી ધારકો નવી હેરિટેજ પોલિસીનો લાભ લઇ, હેરિટેજ પ્રવાસન સ્થળ ઊભું કરવા માંગતા હોય તેમની સુવિધા અને ડિજિટલ ઇન્ડિયાના કૉન્સેપ્ટને વેગ આપવા માટે આ અદ્યતન પોર્ટલ બનવાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન પ્રધાન પૂર્ણેશ મોદીએ વિડિયો સંદેશના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે પ્રવાસન રાજયપ્રધાન અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રને વિશેષ ઊંચાઈ પર લઈ જવા મુખ્ય પ્રધઆન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રવાસન વિભાગ સતત પ્રયત્નશીલ છે.

આ પ્રસંગે પ્રવાસન વિભાગના સચિવશ્રી હારિત શુક્લા, ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આલોકુમાર પાંડે સહિત ગુજરાતના વિવિધ પ્રાંતના રાજવીશ્રીઓ, હેરિટેજ ટુરિઝમ એસોસિએશનના અધિકારીઓ-પદાધિકારીઓ, ટુર ઓપરેટર્સ, વેડિંગ પ્લાનર્સ, લાઈન પ્રોડ્યુસર તેમજ પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણિક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ધરાવે છે

આ પ્રાચીન વિરાસતોમાંની રાણકી વાવ અને ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે, એમ મુખ્ય પ્રધાને અંતમાં જણાવ્યું હતું.

Tags: Bhupendra PatelGujarat TourismNarendra ModiRanki Vavગુજરાત ટુરિઝમનરેન્દ્ર મોદીભૂપેન્દ્ર પટેલરાણકી વાવ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કાર્યકર્તાઓ માટે કાશ્મીર ફાઇલ્સનો ખાસ શો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com