• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, July 19, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Gujarat

ગુજરાતે શરૂ કરી ઓલિમ્પિક ૨૦૩૬ના યજમાન બનવાની તૈયારી

by P C KAPADIA
March 13, 2024
in Gujarat
0
Share on FacebookShare on Twitter

મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં વ્યાપક આંતરમાળખાકીય સુવિધા ઊભી કરવા અંગે થઈ ચર્ચા – વિચારણા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરતની વિકાસના રોલ મોડલ તરીકેની ઓળખને સ્પોર્ટ્સ ક્ષેત્રે વૈશ્વિક કક્ષાની રમતોના રાજ્યમાં આયોજનથી નવાં સીમાચિહ્નો સર કરાવવા આગામી યુથ ઓલમ્પિક  તથા ઓલમ્પિક ૨૦૩૬ના યજમાન બનવા ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ આરંભી છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર રમત-ગમત રાજ્યમંત્રીશ્રી અને રમત-ગમત અગ્ર સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાજેતરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.


ઔડા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ એન.જી.ઓ એ આ પ્રારંભિક તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ શહેરની હદને અડીને આવેલા વિસ્તારોમાં કેટલાક પ્રોજેક્ટ્સ અમલી બનાવવાનું શરૂ કર્યું છે.

આ સંદર્ભમાં વિસ્તૃત વિવરણ બેઠકમાં આપવામાં આવ્યું હતું તથા અમદાવાદ મહાનગરની આસપાસના વિસ્તારોમાં આ બે વૈશ્વિક સ્તરના રમતોત્સવ માટે કયા પ્રકારની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ઊભી થઈ શકે તથા એ માટે જુદા જુદા હિતધારકોનો સહયોગ અને સંકલન થઈ શકે તે માટે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ઘનિષ્ઠ ચર્ચા-વિચારણાઓ કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરી વિસ્તાર વિકાસ સત્તામંડળ-ઔડા દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં સુવિધાઓ ઉભી કરવાના આયોજન સાથોસાથ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એસ.પી.રીંગરોડના બહારના વિસ્તારમાં પણ આવી વ્યાપક અંતરમાળખાકીય સુવિધા ઉભી કરવા અંગે પરામર્શ થયો હતો.

સરદાર પટેલ રિંગરોડની પશ્ચિમ તરફ ઔડાના ડી.પી.માં સૂચિત ૯૦ મીટર પહોળા રીંગરોડ તથા બોપલ-પલોડીયાના ૩૬ મીટર રોડની આસપાસના મણિપુર, ગોધાવી, ગરોડીયા વિસ્તારોમાં નોલેજ એન્ડ સ્પોર્ટ્સ કોરિડોર નિર્માણ કરવા બાબતે પણ આ બેઠકમાં વિચારણા થઈ હતી.

ઓલમ્પિક ૨૦૩૬ના આયોજન સંદર્ભે રાજ્ય સરકારના સંબંધિત વિભાગો અને ઔડા દ્વારા ગોધાવી વિસ્તારમાં થોડા સમય પૂર્વે જમીન અંગે સર્વે કરવામાં આવ્યો હતો તેની જાણકારી મુખ્યમંત્રીશ્રીને આ બેઠક દરમિયાન આપવામાં આવી હતી.

ઓલમ્પિકના આયોજન માટે આ વિસ્તારમાં જમીનોના થયેલ સર્વેની સમીક્ષા કરવા અને સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ ઝોન અમલી થાય તે માટેની જરૂરી કાર્યવાહી સત્વરે કરવા સૌ સંબંધીતોને જરૂરી દિશાનિર્દેશ આ બેઠકમાં આપવામાં આવ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, એજ્યુકેશન માટેના ઝોન તરીકે વિકસિત કરવા માટે સર્વે, જમીન સંપાદન, પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપનાં વિકલ્પો વગેરેની સમીક્ષા કરીને તથા તમામ સંબંધિત સ્ટેક હોલ્ડર્સનો સમાવેશ કરીને આ દિશામાં આગળ વધવા તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ સત્વરે કેવી રીતે ઊભી થઈ શકે તે માટેનું સમયબદ્ધ આયોજન કરવાની વિચારણા પણ આ બેઠકમાં કરવામાં આવી હતી.

એટલું જ નહીં, સૂચિત સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ વગેરેના અભ્યાસ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આ આંતર માળખાકીય સગવડો ઊભી કરવા માટે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપના વિકલ્પો અંગે પણ આ બેઠકમાં વિચારણા કરવામાં આવી હતી. તથા અમદાવાદ શહેરની પશ્ચિમના આ સૂચિત વિસ્તારને સ્પોર્ટ્સ, સ્કિલ, નોલેજ/ઇન્સ્ટીટ્યુટ ઝોન અથવા સ્પેશિયલ ઝોન તરીકે  વિકસિત કરવા માટે પણ જરૂરી વિચારણા મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં આ બેઠકમાં કરવામાં આવી હતી.

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

ઉત્તર મુંબઈના સંસદ સભ્ય ગોપાલ શેટ્ટીની ટિકિટ કપાતા સમર્થકોનો મોરચો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com