શ્રાવણ માસના પવિત્ર અવસર પર મીરા-ભાયંદર શહેરમાં 18મી ઓગસ્ટના ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મીરા-ભાયંદર ભાજપના (145) વિધાનસભા ચૂંટણીના વડા ઍડ. રવિ વ્યાસ દ્વારા આયોજિત આ કાવડ યાત્રા મીરા રોડના સિલ્વર પાર્કથી શરૂ થઈને પૂનમ સાગરના ચતુરેશ્વર મહાદેવ મંદિર ખાતે સમાપ્ત થશે.
યાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો અને કાવડ યાત્રિકો ભાગ લેશે અને શિવ મંદિર ખાતે જલાભિષેક અને રૂદ્રાભિષેક કરશે. કાવડ યાત્રા સમિતિ મીરા રોડ દ્વારા આયોજિત આ ભવ્ય યાત્રામાં ભાગ લેનાર તમામ સ્ત્રી-પુરુષો માટે મફત વસ્ત્ર અને જળાભિષેક સામગ્રીની વ્યવસ્થા કરવામાં આવી છે. મીરા-ભાયંદર શહેરમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય અને તમામ સમાજના શિવ ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને, અમારા તમામ સહયોગીઓએ સનાતન ધર્મના પ્રચાર અને કલ્યાણની શુભકામના માટે યાત્રાનું આયોજન કર્યું છે. જેમાં તમામ શહેરવાસીઓ સંગીતના વાદ્યો સાથે અને હર હર મહાદેવના મંત્રોચ્ચાર સાથે ભાગ લેશે. આ દરમિયાન ચતુરેશ્વર મંદિરમાં સુંદરકાંડ, રૂદ્રાભિષેક, ભજન કીર્તન અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.