• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Sunday, September 13, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ

કપાસ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક ઘટાડોઃ કોટન સુધર્યુઃ બુલડેક્સ વાયદામાં 41 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 210 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 73 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
February 10, 2022
in Corporate
0
એમસીએક્સ પર સોના-ચાંદીના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ ક્રૂડ તેલના ભાવમાં નરમાઈ
Share on FacebookShare on Twitter

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,32,929 સોદાઓમાં કુલ રૂ.11,683.40 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 41 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 210 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના ફેબ્રુઆરી વાયદામાં 73 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 38,432 સોદાઓમાં કુલ રૂ.2,448.85 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,420ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,535 અને નીચામાં રૂ.48,403ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.14 વધી રૂ.48,443ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.15 વધી રૂ.38,793 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 વધી રૂ.4,824ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.48,396ના ભાવે ખૂલી, રૂ.33 વધી રૂ.48,378ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.62,506ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,744 અને નીચામાં રૂ.62,420ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.134 વધી રૂ.62,501ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.114 વધી રૂ.62,737 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.132 વધી રૂ.62,741 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 11,596 સોદાઓમાં રૂ.2,294.24 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1.20 વધી રૂ.255.50 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.0.90 વધી રૂ.301ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.755.10 અને નિકલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.14.4 વધી રૂ.1,743.70 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.184ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,427 સોદાઓમાં કુલ રૂ.2,798.82 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,692ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,713 અને નીચામાં રૂ.6,633ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.51 ઘટી રૂ.6,649 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.40 ઘટી રૂ.311.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 742 સોદાઓમાં રૂ.72.82 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,020 બોલાઈ રહ્યો હતો. કોટન ફેબ્રુઆરી વાયદો 1 ગાંસડીદીઠ રૂ.37,670ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.37,750 અને નીચામાં રૂ.37,610ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.70 વધી રૂ.37,700ના સ્તરે પહોંચ્યો હતો. રબર ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.16,648ના ભાવે ખૂલી, રૂ.378 ઘટી રૂ.16622 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.20 ઘટી રૂ.958.90 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 6,818 સોદાઓમાં રૂ.1,266.30 કરોડનાં 2,612.101 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 31,614 સોદાઓમાં કુલ રૂ.1,182.55 કરોડનાં 188.406 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 15,568 સોદાઓમાં રૂ.1,655.42 કરોડનાં 24,83,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,859 સોદાઓમાં રૂ.1,143.40 કરોડનાં 3,64,55,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 523 સોદાઓમાં રૂ.64.45 કરોડનાં 17075 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 193 સોદાઓમાં રૂ.7.18 કરોડનાં 74.88 ટન, રબરના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.32 કરોડનાં 19 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,072.173 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 613.646 ટન, ક્રૂડ તેલમાં 1109300 બેરલ અને નેચરલ ગેસમાં 9426250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 183700 ગાંસડી, મેન્થા તેલમાં 391.32 ટન, રબરમાં 67 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 1632 સોદાઓમાં રૂ.147.35 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 382 સોદાઓમાં રૂ.30.06 કરોડનાં 423 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 978 સોદાઓમાં રૂ.93.67 કરોડનાં 1,017 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 272 સોદાઓમાં રૂ.23.62 કરોડનાં 285 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,349 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 1,281 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 131 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ ફેબ્રુઆરી વાયદો 6,675ના સ્તરે ખૂલી, ઊપરમાં 6,678 અને નીચામાં 6,605ના સ્તરને સ્પર્શી, 73 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 81 પોઈન્ટ ઘટી 6,608ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ ફેબ્રુઆરી વાયદો 14,201ના સ્તરે ખૂલી, 41 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11 પોઈન્ટ વધી 14,196ના સ્તરે અને મેટલડેક્સ ફેબ્રુઆરી વાયદો 18,276ના સ્તરે ખૂલી, 210 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 61 પોઈન્ટ વધી 18438ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 44100 સોદાઓમાં રૂ.3,921.32 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.72.73 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.65.96 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3590.65 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.191.79 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 76.96 કરોડનું થયું હતું.

  • નૈમિષ ત્રિવેદી
Tags: GoldSilverગૉલ્ડસિલ્વર
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનમાં મળશે નિઃશુલ્ક ડેટા કનેક્ટિવિટી

મધ્ય રેલવેની ઉપનગરીય લોકલ ટ્રેનમાં મળશે નિઃશુલ્ક ડેટા કનેક્ટિવિટી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • અમૂલ બટરમાં નીકળ્યા લાલ પ્લાસ્ટિકના ટુકડા!
    by P C KAPADIA
    September 12, 2026
  • 111 વર્ષનો વારસો, શિક્ષણની નવી ઉડાન! WGUએ ઉજવ્યો ગૌરવપૂર્ણ સ્થાપના દિવસ
    by P C KAPADIA
    September 9, 2026
  • બોરીવલીમાં ગરબાનો ‘ગ્રાન્ડ ગ્લોઝ’—ગીતા રબારીના સુરથી ગુંજશે નવરાત્રિ!
    by P C KAPADIA
    September 5, 2026
  • ચાઈનીઝ હવે માત્ર રેસ્ટોરન્ટની ડિશ નથી રહી
    by P C KAPADIA
    September 4, 2026
  • ‘વિંધ્ય આઇકોનિક બિઝનેસ એવોર્ડ–સીઝન 2’ની ભવ્ય ઉજવણી
    by P C KAPADIA
    August 11, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com