લોકલ ટ્રેનમાં મુસાફરી રોજેરોજ પ્રવાસ કરનારા પ્રવાસીઓને લોકલમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા હંમેશા સતાવતી હોય છે. આને કારણે મોબાઇલ પર વાત કરતા હો કે અન્ય કોઈ કામો નેટવર્કને કારણે અવરોધ ઊભો થતો હોય છે. હવે મધ્ય રેલવે અને સુગર બૉક્સ નેટવર્ક્સે કરેલા સહયોગને કારણે પ્રવાસીઓને નિઃશુલ્ક ડેટા ઉપલબ્ધ થશે. આને કારણે લોકલમા પ્રવાસ કરતી વખતે રૂકાવટ કે લિયે ખેદ હૈનો અનુભવ કર્યા વિના મનોરંજન, ખરીદી, અભ્યાસ, સ્કિલ ડેવલપમેન્ટ, પેમેન્ટ પ્લેટફોર્મ સિવાયની અનેક ડિજિટલ સેવાઓ મેળવી શકશે. શુક્રવારે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મધ્ય રેલવેના જનરલ મેનેજર અનિલ કુમાર લાહોટીએ જણાવ્યું કે, મધ્ય રેલવે મુંબઈની જાહેર પરિવહન સેવાની કરોડરજ્જુ સમાન છે. અને રોજ એમાં 45 લાખથી વધુ પ્રવાસીઓ આવનજાવન કરતા હોય છે. મુસાફરી દરમિયાન પ્રવાસીઓને તેમની લોકલની મુસાફરી દરમિયાન ખલેલ વિનાની સેવા મોબાઇલ મળે એવી અપેક્ષા રાખતા હોય છે. અને જો અમે તેમને ટેક્નોલૉજીના ઉપયોગ થકી એ સક્ષ્મ બનાવી શકીએ તો ભવિષ્યના આપણા ગ્રાહક કેન્દ્રિત રણનીતિ અપનાવવા માટેનું લક્ષ્ય હાસલ કરી શકાશે. અમારો સહયોગ ટેક્નોલૉજીના ઉપયોગ સાથે ગ્રાહકો કેન્દ્રિત નીતિમાં સુધારો કરવાની દિશામાં એક નવું ડગલું છે. મને વિશ્વાસ છે કે આ સહયોગને કારણે ડિજિટલ ઇન્ડિયા અભિયાનમાં મહત્ત્વનું યોગદાન આપવાની ભૂમિકા ભજવશે.
શુગર બૉક્સ નેટવર્ક્સના સહસ્થાપક અને સીઇઓ રોહિત પરાંજપેએ જણાવ્યું કે, મુંબઈગરા તેમનો મોટાભાગનો સમય પ્રવાસ કરવામાં વીતાવે છે. એટલે તેમને પ્વાસ દરમિયાન સતત અને નિર્વિઘ્ને ડિજિટલ કનેક્ટિવિટી મળે એ જરૂરી છે. અમે આ સહયોગના માધ્યમ થકી અમે ઇચ્છીએ છીએ કે મુંબઈમાં પ્રવાસ દરમિયાન શ્રેષ્ઠ કનેક્ટિવિટી ઉપલબ્ધ થાય. ઝીરો બફરિંગ અને એકદમ ઝડપી ઇન્ટરનેટ સેવાનો અનુભવ લોકલના પ્રવાસીઓને કરાવવાનો આ ભાગીદારીનો ઉદ્દેશ છે.
શુક્રવારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના સાત નંબરના પ્લેટફોર્મ પર આયોજિત પત્રકાર પરિછદમાં મધ્ય રેલવેના જમરનલ મેનેજર અનિલ કુમાર લાહોટી, સુગરબૉક્સ નેટવર્ક્સના સહસ્થાપક રોહિત પરાંજપે, રિપુંજય બારારિયા, દેવાંગ ગોરડિયા અને ડીઆરએમ (મુંબઈ ડિવિઝન) શલભ ગોયલની ઉપસ્થિતિમાં આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.