• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 15, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

સોનાના વાયદામાં રૂ.58 અને ચાંદીમાં રૂ.229નો સુધારોઃ ક્રૂડ તેલમાં નરમાઈ

by P C KAPADIA
November 29, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.450 ગબડ્યોઃ નેચરલ ગેસમાં ઘટાડોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 12290 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9899 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદા રૂ. 45 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 2,60,182 સોદાઓમાં કુલ રૂ.22,233.38 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 12290.15 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 9898.72 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 92,233 સોદાઓમાં કુલ રૂ.6,969.08 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,421ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,696 અને નીચામાં રૂ.52,410 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.58 વધી રૂ.52,602ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.56 વધી રૂ.42,158 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.22 વધી રૂ.5,238ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,280ના ભાવે ખૂલી, રૂ.131 વધી રૂ.52,517ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,000 અને નીચામાં રૂ.61,180 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 229 વધી રૂ.61,905 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 132 વધી રૂ.62,060 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.385 વધી રૂ.62,108 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,283 સોદાઓમાં રૂ.1,585.87 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.15 ઘટી રૂ.204.65 અને જસત નવેમ્બર વાયદો રૂ.2 ઘટી રૂ.260ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.11.05 ઘટી રૂ.660.45 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.05 વધી રૂ.189ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 47,428 સોદાઓમાં કુલ રૂ.3,696.39 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,275ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,275 અને નીચામાં રૂ.6,060 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.232 ઘટી રૂ.6,079 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.27.60 ઘટી રૂ.577.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 425 સોદાઓમાં રૂ.38.81 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.32,100ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.32,420 અને નીચામાં રૂ.32,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.450 ઘટી રૂ.32,210ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.30 ઘટી રૂ.950 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,464.92 કરોડનાં 6,561.807 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,504.16 કરોડનાં 559.742 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,114.57 કરોડનાં 18,27,400 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,582 કરોડનાં 44646250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.36.05 કરોડનાં 11575 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.2.76 કરોડનાં 28.8 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,078.125 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 808.002 ટન, ક્રૂડ તેલમાં 2300200 બેરલ અને નેચરલ ગેસમાં 8017500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 81950 ગાંસડી, મેન્થા તેલમાં 453.96 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.44.51 કરોડનાં 608 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 14,630ના સ્તરે ખૂલી, 33 પોઈન્ટ વધી 14,677ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,898.72 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.463.96 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.62.03 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,546.94 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,824.07 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 374.44 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.120 ખૂલી, ઊપરમાં રૂ.120 અને નીચામાં રૂ.85.60 રહી, અંતે રૂ.28.40 ઘટી રૂ.91.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.750ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.37 ખૂલી, ઊપરમાં રૂ.37 અને નીચામાં રૂ.25.85 રહી, અંતે રૂ.9.90 ઘટી રૂ.27.15 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.190 ખૂલી, ઊપરમાં રૂ.235 અને નીચામાં રૂ.190 રહી, અંતે રૂ.39.50 વધી રૂ.223.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,477.50 ખૂલી, ઊપરમાં રૂ.2,018 અને નીચામાં રૂ.1,477.50 રહી, અંતે રૂ.133 વધી રૂ.2,003 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.501 ખૂલી, ઊપરમાં રૂ.645 અને નીચામાં રૂ.473 રહી, અંતે રૂ.85 વધી રૂ.616.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.263 ખૂલી, ઊપરમાં રૂ.322.80 અને નીચામાં રૂ.263 રહી, અંતે રૂ.101.60 વધી રૂ.308.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.47 ખૂલી, ઊપરમાં રૂ.59.50 અને નીચામાં રૂ.47 રહી, અંતે રૂ.7.55 વધી રૂ.55.25 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.455 ખૂલી, ઊપરમાં રૂ.497 અને નીચામાં રૂ.380.50 રહી, અંતે રૂ.42 ઘટી રૂ.403.50 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.45 ખૂલી, ઊપરમાં રૂ.97 અને નીચામાં રૂ.33 રહી, અંતે રૂ.12 વધી રૂ.55.50 થયો હતો. ચાંદીફેબ્રુઆરી રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,369.50 ખૂલી, ઊપરમાં રૂ.1,470 અને નીચામાં રૂ.1,256 રહી, અંતે રૂ.25 ઘટી રૂ.1,270.50 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં તેજીની આગેકૂચઃ નેચરલ ગેસમાં ઘટાડો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com