• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ઓગસ્ટ મહિના દરમિયાન સોનાના વાયદાના ભાવમાં રૂ.881 અને ચાંદીમાં રૂ.4,931નું ગાબડું

ક્રૂડ તેલ બેરલદીઠ રૂ.458 લપસ્યું: બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણઃ કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યાઃ કપાસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ રબર, સીપીઓમાં વૃદ્ધિઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 953 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 1030 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
September 2, 2021
in Corporate
0
સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈનો માહોલઃ ક્રૂડ તેલમાં પણ ઘટાડો
Share on FacebookShare on Twitter

મન્થલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 2 થી 31 ઓગસ્ટના મહિના દરમિયાન 87,79,078 સોદાઓમાં કુલ રૂ.6,73,705.35 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.881 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.4,931 ગબડ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એલ્યુમિનિયમ અને સીસું સુધરવા સામે તાંબુ, નિકલ અને જસત ઢીલાં બંધ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવ બેરલદીઠ રૂ.458 લપસ્યાં હતાં. આ સામે નેચરલ ગેસ વધી આવ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા અને કોટનના ભાવ ગાંસડીદીઠ રૂ.970 તૂટ્યા હતા. કપાસ અને મેન્થા તેલમાં નરમાઈ સામે રબર અને ક્રૂડ પામતેલ (સીપીઓ)માં વૃદ્ધિ વાયદાના ભાવમાં રહી હતી.

ઓપ્શન્સની વાત કરીએ તો, સમીક્ષા હેઠળના ઓગસ્ટ મહિના દરમિયાન, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 15,67,514 સોદાઓમાં રૂ.1,30,106.28 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું, જે જુલાઈ મહિનાની સરખામણીએ લગભગ 31 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.10,590.79 કરોડ, ચાંદી અને ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,810.57 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,14,668.98 કરોડનાં કામકાજ થયાં હતાં.

કોમોડિટી વાયદાઓમાં સમીક્ષા હેઠળના ઓગસ્ટ મહિના દરમિયાન, કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,64,025 સોદાઓમાં કુલ રૂ.2,01,307.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ મહિનાના પ્રારંભે રૂ.47,951ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,358 અને નીચામાં રૂ.45,662 ના સ્તરને સ્પર્શી, ઓગસ્ટ મહિનાનાં અંતે રૂ.881 ઘટી રૂ.47,120ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ મહિનાના અંતે 8 ગ્રામદીઠ રૂ.757 ઘટી રૂ.37,922 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.93 ઘટી રૂ.4,714ના ભાવે બંધ થયો હતો.

ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ ઓગસ્ટ મહિનાના પ્રારંભે રૂ.67,812ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.68,872 અને નીચામાં રૂ.61,227ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.4,931 ઘટી રૂ.62,916ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,315 ઘટી રૂ.63,618 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,333 ઘટી રૂ.63,613ના સ્તરે બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓમાં મહિના દરમિયાન એમસીએક્સ પર 6,42,092 સોદાઓમાં રૂ.1,16,448.65 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.6.95 વધી રૂ.212.85 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.65 ઘટી રૂ.245ના સ્તરે હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.33.95 ઘટી રૂ.720.95 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.35.3 ઘટી રૂ.1,446 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.180ના ભાવે બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 28,66,990 સોદાઓમાં કુલ રૂ.2,11,121.44 કરોડનો ધંધો થયો હતો. એમસીએક્સ ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો મહિનાના પ્રારંભે રૂ.5,431ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.5,433 અને નીચામાં રૂ.4,634 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે 1 બેરલદીઠ રૂ.458 ઘટી રૂ.5,026 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.26.80 વધી રૂ.318.30ના સ્તરે બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 62,939 સોદાઓમાં રૂ.8,532.14 કરોડનાં કામકાજ થયા હતા. એમસીએક્સ કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ મહિનાના પ્રારંભે રૂ.1,449ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1490 અને નીચામાં રૂ.1398 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.40 ઘટી રૂ.1,402.50ના સ્તરે બંધ થયો હતો. આ સામે રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.18,499ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.18,512 અને નીચામાં રૂ.17,750 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.316 વધી રૂ.18,116ના ભાવે બંધ થયો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,119.90ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1165 અને નીચામાં રૂ.1087.10 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.4.50 વધી રૂ.1139.10ના સ્તરે બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.35.10 ઘટી રૂ.933.30 અને એમસીએક્સ કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.970 ઘટી રૂ.25,290ના સ્તરે બંધ થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનામાં 7,11,354 સોદાઓમાં રૂ.92,085.28 કરોડનાં 1,95,453.197 કિલો અને ચાદીમાં 28,52,671 સોદાઓમાં રૂ.1,09,221.87 કરોડનાં 17,044.652 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.8,102.34 કરોડનાં 3,89,855 ટન, જસતના વાયદાઓમાં રૂ.11,841.49 કરોડનાં 4,78,885 ટન, તાંબામાં રૂ.56,361.94 કરોડનાં 7,82,402.500 ટન, નિકલમાં રૂ.35,418.86 કરોડનાં 2,44,333.500 ટન અને સીસામાં રૂ.4,724.02 કરોડનાં 2,64,515 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં 8,36,415 સોદાઓમાં રૂ.72,939.84 કરોડનાં 14,50,48,800 બેરલ અને નેચરલ ગેસમાં 20,30,575 સોદાઓમાં રૂ.1,38,181.60 કરોડનાં 4,59,84,81,250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસમાં 195 સોદાઓમાં રૂ.6.11 કરોડનાં 840 ટન અને કોટનના વાયદાઓમાં 14,988 સોદાઓમાં રૂ.1,427.34 કરોડનાં 541925 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 5,052 સોદાઓમાં રૂ.206 કરોડનાં 2419.2 ટન, રબરના વાયદાઓમાં 679 સોદાઓમાં રૂ.13.79 કરોડનાં 766 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 42,025 સોદાઓમાં રૂ.6,878.90 કરોડનાં 5,98,930 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે એમસીએક્સ પર સોનામાં 16,970.866 કિલો અને ચાંદીમાં 553.324 ટન, એલ્યુમિનિયમમાં 11,450 ટન, જસત વાયદામાં 5,415 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 10,892.500 ટન, નિકલ વાયદામાં 2,5140 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 6,660 ટન, ક્રૂડ તેલમાં 4,29,900 બેરલ અને નેચરલ ગેસમાં 2,28,85,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 156 ટન, કોટનમાં 55050 ગાંસડી, મેન્થા તેલમાં 488.52 ટન, રબરમાં 130 ટન, સીપીઓમાં 63,520 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, મહિના દરમિયાન એમસીએક્સ પર 75,518 સોદાઓમાં રૂ.6,189.69 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 40,907 સોદાઓમાં રૂ.3,222.60 કરોડનાં 45,360 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 34,611 સોદાઓમાં રૂ.2,967.09 કરોડનાં 37,941 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ મહિનાના અંતે બુલડેક્સ વાયદામાં 2,032 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 647 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 14,650ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,798 અને નીચામાં 13,845ના સ્તરને સ્પર્શી, 953 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 603 પોઈન્ટ ઘટી 14,141ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ સપ્ટેમ્બર વાયદો 15,984ના સ્તરે ખૂલી, 1030 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 269 પોઈન્ટ ઘટી 15,711ના સ્તરે પહોંચ્યો હતો.

  • નૈમિષ ત્રિવેદી
Tags: Energy SegmentMCXએનર્જી સેગમેન્ટએમસીએક્સ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
અમદાવાદ પોલીસે નકલી ગૂડનાઇટ બનાવતા એકમ પર દરોડા પાડ્યાં

અમદાવાદ પોલીસે નકલી ગૂડનાઇટ બનાવતા એકમ પર દરોડા પાડ્યાં

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com