ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (જીસીપીએલ)માંથી ઘરગથ્થું ઇનસેક્ટિસાઇડ કેટેગરીમાં બજારમાં લીડર ગૂડનાઇટે તાજેતરમાં ગુજરાતના અમદાવાદમાં બનાવટી ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશનું ઉત્પાદન અને વિતરણ કરવા માટે કાર્યરત એક ગેરકાયદેસર ઉત્પાદન સુવિધા સામે કામગીરી હાથ ધરી હતી. ગૂડનાઇટ ભારતની સૌથી વધુ પાવરફૂલ વેપરાઇઝર બ્રાન્ડ છે. એની નિયમિત ગુણવત્તા ચકાસણીની વ્યવસ્થાના ભાગરૂપે જીસીપીએલને રાજ્યમાં બનાવટી ગૂડનાઇટ ગોલ્ડ ફ્લેશનું વેચાણ થાય છે એવી કેટલીક ફરિયાદો મળી હતી. કંપનીએ બનાવટી ઉત્પાદનોની તપાસ અને જપ્ત કરવા માટે અમદાવાદ પોલીસનો સંપર્ક કર્યો હતો.
અમદાવાદ પોલીસે 25 ઓગસ્ટ, 2021ના રોજ નૂરાની પાર્ક, અલ્હામ મસ્જિદ રોડ, નારોલ પર સ્થિતિ ઉત્પાદન એકમમાં દરોડા પાડ્યા હતા. તેમાં ગૂડનાઇડ ગોલ્ડ ફ્લેશ લિક્વિડ વેપરાઇઝરના 9000થી વધારે બનાવટી રીફિલ, 1000 જેટલા બોક્ષ અને મોટી સંખ્યામાં પેકેજિંગ સામગ્રી મળી હતી. આ કામગીરી બનાવટી ઉત્પાદનોના ડિલરને મજબૂત સંદેશ આપશે અને લોકોને ગૂડનાઇટના સાચા અને સલામત ઉત્પાદનો મળે એ સુનિશ્ચિત કરશે.
આ મુદ્દા પર ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડના સીઇઓ (ભારત અને સાર્ક) શ્રી સુનિલ કટારિયાએ કહ્યું હતું કે, “સમગ્ર દેશમાં બનાવટી ઉત્પાદનોને ફેલાવો એફએમસીજી ઉદ્યોગ માટે સૌથી મોટી ચિંતાજનક બાબત છે. બનાવટી કે એકસમાન લાગે એવા ઉત્પાદનો કંપની માટે નીચા વેચાણ તરફ દોરી જશે અને સરકારને રોજગારીનું નુકસાન થશે. આ પ્રકારના ઉત્પાદનો ગેરકાયદેસર હોવાની સાથે માનવીય સ્વાસ્થ્ય માટે નુકસાનકારક અને જોખમકારક પણ છે. જીસીપીએલ નવીન ઉત્પાદનો વિકસાવવા એની આવકના નોંધપાત્ર હિસ્સાનું રોકાણ કરે છે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપશે અને હોમ ઇન્સેક્ટિસાઇડ કેટેગરીમાં બજારમાં લીડર તરીકે એનું ઉદાહરણ છે. અમે અમારા વિતરણ નેટવર્ક, સ્થાનિક સત્તામંડળો અને ઉપભોક્તા સાથે જોડાણ કરીને અમારા ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી નિયમિતપણે કરીએ છીએ. અમદાવાદ પોલીસ સાથેની આ પહેલ રાજ્યમાં ગૂડનાઇટના બનાવટી ઉત્પાદનોના સ્થાનિક ઉત્પાદકોને દંડ કરશે.”
બજારમાં બનાવટી ગૂડનાઇટ રિફિલ ઉપલબ્ધ હોવાથી લોકોને સસ્તાં ઉત્પાદનો સામે ચેતવણી આપવાની જરૂર છે અને આ પ્રકારના ઉત્પાદનો સાચા સેલ્સ ઇનવોઇસથી જ ખરીદવા જોઈએ. જો લોકોને ગૂડનાઇટના ઉત્પાદનો ડુપ્લિકેટ હોવાની શંકા થાય કે કોઈ પણ હોલસેલર/રિટેલર એનું વેચાણ કરતાં હોય, તો તેઓ care@godrejcp.com લખીને કે 1800-266-0007 પર કોલ કરીને જીસીપીએલને આ સંબંધમાં જાણ કરી શકે છે.
ગૂડનાઇટ ભારતની સૌથી મોટી ઘરગથ્થું ઇન્સેક્ટાઇડ બ્રાન્ડ છે, જે કરોડો પરિવારોની વિશ્વસનિય અને પસંદગીની બ્રાન્ડ છે. બ્રાન્ડ ઇન્ડોર અને આઉટડોર રિપેલ્લન્ટની રેન્જ ધરાવે છે, જે યુઝર્સને મચ્છર અને રોગવાહક જીવાણુઓ સામે રક્ષણ આપે છે. ગૂડનાઇટ મચ્છર સામે શ્રેષ્ઠ રક્ષણ આપવા કટિબદ્ધ છે તથા બનાવટી અને ડુપ્લિકેટ ઉત્પાદનો સામે નિયમતિપણે કાર્યવાહી હાથ ધરે છે.