ફેડએક્સ પ્રાયોરિટી અર્થ ગ્રાન્ડ ડે પ્રોગ્રામના ભાગરૂપે સોલાર સિસ્ટર્સ અને યુનાઇટેડ વે મુંબઈ બંનેને 50,000-50,000 અમેરિકન ડોલરનું ડોનેશન મળશે
વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપની અને ફેડએક્સ કોર્પ (NYSE: FDX)ની પેટાકંપની ફેડએક્સ એક્સપ્રેસએ જાહેરાત કરી છે કે, કંપની ભારત અને આફ્રિકામાં સસ્ટેઇનેબિલિટી કેન્દ્રિત દરેક પ્રોજેક્ટ માટે 50,000 ડોલર ડોનેટ કરશે.
ફેડએક્સ પ્રાયોરિટી અર્થ ગ્લોબલ ગ્રાન્ટ પ્રોગ્રામના ભાગરૂપે ફેડએક્સ ટીમના હજારો સભ્યોએ ગ્રૂપ જે વિસ્તારોમાં કામ કરે છે એ છ આંતરરાષ્ટ્રીય વિસ્તારોમાંથી 12 સેવાભાવી સંસ્થાઓની પસંદગી કરી છે. આ દરેક સેવાભાવી સંસ્થાઓને 50,000 અમેરિકન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવશે અને આ રીતે કુલ 600,000 અમેરિકન ડોલરની ગ્રાન્ટ ગ્રીન સોલ્યુશન્સ માટે આપશે.
મધ્ય પૂર્વ, ભારત ઉપમહાખંડ અને આફ્રિકા માટેના રિજનલ પ્રેસિડન્ટ જેક મુહ્સે કહ્યું હતું કે, “ફેડએક્સે પૃથ્વી પરથી કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા મહત્વકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. કાર્બનનું ઉત્સર્જન પર્યાવરણ પર સૌથી વધુ માઠી અસર કરે છે. સેવાભાવી સંસ્થાઓ સાથે કામ કરવું અને તેમના પ્રયાસોમાં રોકાણ કરવું કંપનીની આપણા દુનિયાને અલગ અને પર્યાવરણને અનુકૂળ બનાવવા માટેની કામગીરી અને નવીનતાની જરૂરિયાતને આગળ વધારવાની વ્યૂહરચનાનો ભાગ છે. “
યુનાઇટેડ વે મુંબઈ પર્યાવરણને અનુકૂળ વિવિધ પ્રોજેક્ટને સપોર્ટ કરે છે, જેમાં શહેરી વનીકરણ, મેન્ગ્રોવ્સનું સંરક્ષણ અને વોટરશેડનો વિકાસ સામેલ છે. આ કાર્યક્રમો સ્થાનિક નાગરિક વહીવટી સંસ્થાઓના પ્રયાસોને ટેકો આપે છે અને પ્રયાવરણના સંરક્ષણમાં સમુદાયના સભ્યોને સાંકળે છે.
યુનાઇટેડ વે મુંબઈના સીઇઓ જ્યોર્જ આઇકારાએ કહ્યું હતું કે, “ફેડએક્સ પાસેથી પ્રાપ્ત સહાયથી યુનાઇટેડ વે મુંબઈને મહાનગરમાં ઘટતી જતી ભીની અને કળણવાળી જમીનમાં મેન્ગ્રોવ વૃક્ષના છોડનું વાવેતર કરવા અને એને જાળવવામાં મદદરૂપ થશે. વળી આ સહાય મુંબઈના દરિયાકિનારા સ્વચ્છ રાખવા અને જાળવવા તથા દરિયાઈ પ્રદૂષણ ઘટાડવાના પ્રયાસોને પણ ટેકો આપશે. અમે આ સહાય માટે આભારી છીએ તથા જાણીએ છીએ કે, એનાથી આપણા સમુદાયમાં કાયમી પરિવર્તન લાવવામાં મદદ મળશે.”
સોલાર સિસ્ટમ મહિલા સંચાલિત વ્યવસાયો દ્વારા ગ્રીન એનર્જી પેદા કરીને પર્યાવરણના સંરક્ષણને પ્રયાસોમાં પ્રદાન કરે છે. આ સંસ્થા જે વિસ્તારોમાં હજુ વીજળી પહોંચી નથી, ત્યાં મહિલા સંચાલિત વ્યવસાયોને ગ્રીન એનર્જી પ્રદાન કરવામાં મદદરૂપ થાય છે. આ ફંડિંગથી ગ્રામીણ આફ્રિકામાં અંતરિયાળ વિસ્તારોમાં વસતા સમુદાયો સુધી સ્વચ્છ ઊર્જા માટે ટેકનોલોજી પહોંચાડી મહિલાઓનું મોટા નેટવર્ક ઊભું કરવા, એને ટેકો આપવા, તાલીમ અને સેવાઓ આપવાનું વિસ્તૃત પેકેજ પ્રદાન થશે.
સોલાર સિસ્ટમ, ઇન્ક.ના સ્થાપક અને સીઇઓ કેથરિન લ્યુસીએ કહ્યું હતું કે, “અમે પર્યાવરણને અનુકૂળ ભવિષ્યમાં કાયમી અસર ઊભી કરવા અમારા મૂલ્યો અને અમારા વિઝનને આગળ વધારવા ફેડએક્સના ડોનેશનના આભારી છીએ. ઓફ-ગ્રિડ સમુદાયોમાં મહિલા ઉદ્યોગસાહસિકતામાં રોકાણ કરવું એ પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાના પડકારના સમાધાનનું મહત્વપૂર્ણ ઘટક છે. ફેડએક્સની મદદ સહારા આફ્રિકામાં ઉપખંડમાં વસતા વધારે સમુદાયો સુધી અમારા મોડલને પહોંચાડવામાં મદદરૂપ થશે, જેની બહુસ્તરીય અસર થશે – જે અમે મહિલા ઉદ્યોગસાહસિકો, તેમના પરિવારજનો અને તેમના સમુદાયોમાં કરી છે.”
આ નવું રોકાણ ફેડ એક્સ અને આબોહવાના પરિવર્તનની સમસ્યાના નવીન સમાધાનો વિકસાવવામાં અગ્રણી સંસ્થાઓ વચ્ચે હાલના જોડાણને અનુરૂપ પ્રાયોરિટી અર્થ ગ્લોબલ ગ્રાન્ટ પ્રોગ્રામનો ભાગ છે. આ ફેડએક્સએ ચાલુ વર્ષની શરૂઆતમાં વર્ષ 2040 સુધીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્બન-ન્યૂટ્રલ કામગીરી હાંસલ કરવાના લક્ષ્યાંકને અનુસરે છે.
ફેડએક્સ કેર્સ વિશે વધારે જાણકારી મેળવવા મુલાકાત લોઃ fedexcares.com.






