આગામી 3 વર્ષમાં રિન્યૂએબલ ઊર્જા પ્રોજેક્ટ્સમાં રૂ. 60 મિલિયનનું રોકાણ કરવાની યોજના અને વર્ષ 2031 સુધી એની કુલ આવકમાં ગૂડ એન્ડ ગ્રીન ઉત્પાદનોનો વાર્ષિક ધોરણે હિસ્સો 45 ટકા કરવાનો લક્ષ્યાંક
ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એનો બિઝનેસ તથા હોમ અને સંસ્થાગત સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ ઊર્જાદક્ષતા, જળ સંરક્ષણ, કાર્બન ન્યૂટ્રાલિટી, પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો વધારવા જેવા ક્ષેત્રોમાં એના પર્યાવરણને અનુકૂળ લક્ષ્યાંકો જાહેર કર્યા હતા. ગોદરેજ એન્ડ બૉય્સની EP100 કટિબદ્ધતાને સુસંગત ગોદરેજ ઇન્ટેરિયો પણ વર્ષ 2030 સુધીમાં એની ઊર્જા ઉત્પાદકતા બમણી કરવાની કટિબદ્ધતા ધરાવે છે.
ગોદરેજ ઇન્ટેરિયોએ એના પર્યાવરણને અનુકૂળ લક્ષ્યાંકોના ભાગરૂપે એની પોર્ટફોલિયોની કુલ આવકમાંથી ત્રીજા ભાગની આવક ગુણવત્તાયુક્ત અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો અને સેવાઓમાંથી પેદા કરવાનું નક્કી કર્યું છે. નાણાકીય વર્ષ 2020-21માં ગુણવત્તાયુક્ત અને પર્યાવરણને અનુકૂળ 22 ઉત્પાદનો ઉમેર્યા હતા, જેના પગલે એના પોર્ટફોલિયોમાં આ પ્રકારના ઉત્પાદનોની સંખ્યા વધીને 120 થઈ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22માં આ પ્રકારની ગુણવત્તાયુક્ત અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોની સંખ્યા 120માંથી વધારીને 130 કરવાની યોજના બનાવી છે. જ્યારે ગોદરેજ ઇન્ટેરિયોએ નાણાકીય વર્ષ 2020-21માં ગુણવત્તાયુક્ત અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનોમાંથી એની કુલ આવકમાં 45 ટકા હિસ્સો હાંસલ કરવામાં સફળતા મેળવી છે, ત્યારે એનો ઉદ્દેશ નજીકના ભવિષ્યમાં આ 45 ટકા હિસ્સો જાળવી રાખવાનો છે.
ગોદરેજ ઇન્ટેરિયોના સીઓઓ શ્રી અનિલ સૈન માથુરે પર્યાવરણને અનુકૂળ લક્ષ્યાંકો પર કહ્યું હતું કે, “ગોદરેજ ઇન્ટેરિયોમાં અમારી સસ્ટેઇનિબિલિટી સ્ટ્રેટેજી ગોદરેજ એન્ડ બૉય્સની ‘ગૂડ એન્ડ ગ્રીન’ પહેલને સુસંગત છે, જેમાં અમારી અમે ઇનોવેશન અને સસ્ટેઇનેબિલિટી એકસાથે હાંસલ થવી જોઈએ એ માન્યતા પર ભાર મૂક્યો છે. આ બંનેનો સમન્વય કરવાથી અમારી રોજગારદક્ષતા, ઊર્જાદક્ષતા વધશે, સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન મળશે અને સમુદાયનો વિસ્તૃત વિકાસ થશે. અમને EP100 પહેલ જેવા વૈશ્વિક મુદ્દા પ્રત્યે કટિબદ્ધતા ધરાવતી કંપનીનો ભાગ હોવા પર ગર્વ છે અને ગોદરેજ ઇન્ટેરિયોમાં અમે આ કટિબદ્ધતાને આગળ વધારવામાં મદદરૂપ થઈ શકીએ છીએ, જે સ્માર્ટ ઊર્જાના વપરાશને વધારશે.”
ગોદરેજ ઇન્ટેરિયોએ એની સસ્ટેઇનેબલ ઉત્પાદન પહેલના ભાગરૂપે ઊર્જાવપરાશમાં ઘટાડો કરવા તમામ ઉત્પાદન પ્લાન્ટમાં વિવિધ ટેકનોલોજી અપનાવી છે. આ ટેકનોલોજીમાં પમ્પ અને બ્લોઅર્સ પર વીએફડીનો ઉપયોગ, હીટ પાઇપ્સ જેવી વેસ્ટ રિકવરી ટેકનોલોજીનો ઉપયોગ, હીટ પમ્પનો ઉપયોગ, ઊર્જાદક્ષ અને ઊર્જાદક્ષ લાઇટિંગ વગેરેનું ઇન્સ્ટોલેશન વગેરે સામેલ છે. નાણાકીય વર્ષ 2010-11ના ગૂડ એન્ડ ગ્રીન વિઝન બેઝલાઇનને આધારે નાણાકીય વર્ષ 2020-21 સુધી ગોદરેજ ઇન્ટેરિયોએ ઊર્જાના વપરાશમાં 49.5 ટકાનો ઘટાડો કર્યો હતો અને પાણીના વપરાશમાં 43 ટકા સુધીનો ઘટાડો કર્યો હતો. વળી કંપનીએ નાણાકીય વર્ષ 2020-21માં પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો પણ વધારીને 23 ટકા કર્યો હતો.
કંપનીએ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સમાં આગામી 3 વર્ષમાં રૂ. 60 મિલિયનનું રોકાણ કરવાની યોજના બનાવી છે.
એ જ રીતે ગોદરેજ ઇન્ટેરિયોનાં વિવિધ પ્લાન્ટમાં પાણીનું રિસાઇકલિંગ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ (એસટીપી) કે એફ્લૂઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (ઇટીપી) દ્વારા થાય છે. ખાલપુર, ચેન્નાઈ અને ભગવાનપુરમાં રિવર્સ ઓસ્મોસિસ જેવી અદ્યતન ટેકનોલોજી દ્વારા પુનઃવપરાશ માટે ઇટીપી દ્વારા રિસાઇકલ થતું પાણી પ્રક્રિયા કરવા કે ઉપયોગ કરવા તૈયાર હોય છે. નાણાકીય વર્ષ 2020-21માં આશરે 40,440 કિલોલિટર પાણીનું રિસાઇકલિંગ અને પુનઃવપરાશ થયો હતો, જે ઇન્ટેરિયોના ઉત્પાદન પ્લાન્ટમાં કુલ તાજાં પાણીના વપરાશનો 31 ટકા હિસ્સો હતો. તેઓ આગામી વર્ષોમાં આ હિસ્સો વધારવાની યોજના ધરાવે છે.






