• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Wednesday, July 22, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલનો વાયદો બેરલદીઠ રૂ.223 લપસ્યોઃ સોના-ચાંદીમાં પણ નરમાઈ

by P C KAPADIA
August 30, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10220 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 9154 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 36 કરોડનાં કામકાજ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 1,97,254 સોદાઓમાં કુલ રૂ.19,409.81 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10219.93 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. ક
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 57,781 સોદાઓમાં કુલ રૂ.4,542.68 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,151ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,164 અને નીચામાં રૂ.50,841 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.346 ઘટી રૂ.50,904ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.376 વધી રૂ.41,625 અને ગોલ્ડ-પેટલ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.23 ઘટી રૂ.5,048ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,073ના ભાવે ખૂલી, રૂ.319 ઘટી રૂ.50,862ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.53,909ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,121 અને નીચામાં રૂ.53,900 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 363 ઘટી રૂ.53,966 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ. 265 ઘટી રૂ.54,945 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.308 ઘટી રૂ.54,645 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 13,163 સોદાઓમાં રૂ.2,050.82 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.5.30 ઘટી રૂ.209.70 અને જસત ઓગસ્ટ વાયદો રૂ.2.35 ઘટી રૂ.314ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5.65 ઘટી રૂ.658.10 તેમ જ સીસું ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.55 વધી રૂ.184ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,596 સોદાઓમાં કુલ રૂ.3,576.11 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,714ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,770 અને નીચામાં રૂ.7,484 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.223 ઘટી રૂ.7,514 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.17.30 ઘટી રૂ.731.50 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 392 સોદાઓમાં રૂ.50.32 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ઓગસ્ટ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.49,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.49,500 અને નીચામાં રૂ.48,600 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.80 વધી રૂ.49,050ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.80 વધી રૂ.966.80 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,211.10 કરોડનાં 4,335.485 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,331.58 કરોડનાં 424.498 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,803.33 કરોડનાં 23,66,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,773 કરોડનાં 24178750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.45.29 કરોડનાં 10750 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.5.03 કરોડનાં 51.48 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,949.255 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,221.232 ટન, ક્રૂડ તેલમાં 540400 બેરલ અને નેચરલ ગેસમાં 9212500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 41100 ગાંસડી, મેન્થા તેલમાં 688.32 ટન,ના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.35.63 કરોડનાં 511 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,975ના સ્તરે ખૂલી, 89 પોઈન્ટ ઘટી 13,932ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.9,154.25 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.472.80 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.70.34 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.7,795.17 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.813.61 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 281.84 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું સપ્ટેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.306 ખૂલી, ઊપરમાં રૂ.315 અને નીચામાં રૂ.256 રહી, અંતે રૂ.64 ઘટી રૂ.270 થયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.339 ખૂલી, ઊપરમાં રૂ.339 અને નીચામાં રૂ.288 રહી, અંતે રૂ.28 ઘટી રૂ.302 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.800 ખૂલી, ઊપરમાં રૂ.808 અને નીચામાં રૂ.730 રહી, અંતે રૂ.72.50 ઘટી રૂ.757.50 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.830 ખૂલી, ઊપરમાં રૂ.870 અને નીચામાં રૂ.805.50 રહી, અંતે રૂ.64.50 ઘટી રૂ.825.50 થયો હતો. તાંબુ સપ્ટેમ્બર રૂ.700ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.4.27 ખૂલી, ઊપરમાં રૂ.4.27 અને નીચામાં રૂ.3.40 રહી, અંતે રૂ.0.75 વધી રૂ.3.84 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો સોનું સપ્ટેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.225 ખૂલી, ઊપરમાં રૂ.297 અને નીચામાં રૂ.225 રહી, અંતે રૂ.73 વધી રૂ.288 થયો હતો. જ્યારે સોનું-મિની સપ્ટેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.560 ખૂલી, ઊપરમાં રૂ.640 અને નીચામાં રૂ.485 રહી, અંતે રૂ.76.50 વધી રૂ.583.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2,227.50 ખૂલી, ઊપરમાં રૂ.2,302 અને નીચામાં રૂ.2,060 રહી, અંતે રૂ.188.50 વધી રૂ.2,273 થયો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,800 ખૂલી, ઊપરમાં રૂ.1,930 અને નીચામાં રૂ.1,800 રહી, અંતે રૂ.123 વધી રૂ.1,886 થયો હતો. તાંબુસપ્ટેમ્બર રૂ.650ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.80 ખૂલી, ઊપરમાં રૂ.10 અને નીચામાં રૂ.9.80 રહી, અંતે રૂ.2.08 વધી રૂ.9.93 થયો હતો.

– નૈમિષ ત્રિવેદી

P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post

કોટનનો વાયદો રૂ.170ના ભાવઘટાડા સાથે ગાંસડીદીઠ રૂ.37,850ના સ્તરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com