• About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy
Tuesday, July 14, 2026
No Result
View All Result
NEWSLETTER
Chapooo Trusted Gujrati News
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology
No Result
View All Result
Chapooo Trusted Gujrati News
No Result
View All Result
Home Corporate

ક્રૂડ તેલનો વાયદો રૂ.64 વધીને રૂ.7,849ના સ્તરેઃ સોના-ચાંદી પરસ્પર વિરૂદ્ધ વલણ

કોટનના વાયદાના ભાવમાં વૃદ્ધિઃ રબર, મેન્થા તેલમાં નરમાઈઃ બુલડેક્સ વાયદામાં 129 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ

by P C KAPADIA
April 7, 2022
in Corporate
0
Share on FacebookShare on Twitter

ડેઈલી માર્કેટ રિપોર્ટ

કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 1,59,683 સોદાઓમાં કુલ રૂ.13,409.21 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 129 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 62 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 63,576 સોદાઓમાં કુલ રૂ.4,176.28 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,398ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,760 અને નીચામાં રૂ.51,320ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.166 વધી રૂ.51,537ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.106 વધી રૂ.41,145 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.11 વધી રૂ.5,122ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,339ના ભાવે ખૂલી, રૂ.145 વધી રૂ.51,384ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,178ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,400 અને નીચામાં રૂ.65,900ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 159 ઘટી રૂ.66,039ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 154 ઘટી રૂ.66,280 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.151 ઘટી રૂ.66,293 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 6,043 સોદાઓમાં રૂ.1,189.17 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.2.65 વધી રૂ.282.55 અને જસત એપ્રિલ વાયદો રૂ.3.20 વધી રૂ.356ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.821.40 અને સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.185ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 39,469 સોદાઓમાં કુલ રૂ.3,162.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,711ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,886 અને નીચામાં રૂ.7,686ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.64 વધી રૂ.7,849 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.8.40 વધી રૂ.471.30 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 2,118 સોદાઓમાં રૂ.250.89 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.43,240ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.43,850 અને નીચામાં રૂ.42,880ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.770 વધી રૂ.43,780ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,120ના ભાવે ખૂલી, રૂ.278 ઘટી રૂ.17181 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.60 ઘટી રૂ.1109.80 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 13,639 સોદાઓમાં રૂ.2,420.32 કરોડનાં 4,699.849 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 49,937 સોદાઓમાં કુલ રૂ.1,755.96 કરોડનાં 264.791 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 19,384 સોદાઓમાં રૂ.1,725.82 કરોડનાં 22,17,300 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 20,085 સોદાઓમાં રૂ.1,437 કરોડનાં 30826250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,583 સોદાઓમાં રૂ.225.17 કરોડનાં 51875 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 515 સોદાઓમાં રૂ.25.38 કરોડનાં 228.24 ટન, રબરના વાયદાઓમાં 20 સોદાઓમાં રૂ.0.34 કરોડનાં 20 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,162.225 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 453.918 ટન, ક્રૂડ તેલમાં 612000 બેરલ અને નેચરલ ગેસમાં 16537500 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 142725 ગાંસડી, મેન્થા તેલમાં 416.52 ટન, રબરમાં 66 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 786 સોદાઓમાં રૂ.65.39 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 781 સોદાઓમાં રૂ.64.85 કરોડનાં 869 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 5 સોદાઓમાં રૂ.0.54 કરોડનાં 5 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 680 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 36 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,589ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,651 અને નીચામાં 8,589ના સ્તરને સ્પર્શી, 62 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 59 પોઈન્ટ વધી 8,628ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 14,909ના સ્તરે ખૂલી, 129 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 16 પોઈન્ટ વધી 14,934ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 47691 સોદાઓમાં રૂ.4,565.13 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.204.11 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.75.78 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,587.23 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.697.38 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 131.60 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.234 ખૂલી, ઊપરમાં રૂ.286.60 અને નીચામાં રૂ.205 રહી, અંતે રૂ.24.30 વધી રૂ.274.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.460ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.29.65 ખૂલી, ઊપરમાં રૂ.38 અને નીચામાં રૂ.27.70 રહી, અંતે રૂ.4.65 વધી રૂ.35.25 થયો હતો. સોનું મે રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.210 ખૂલી, ઊપરમાં રૂ.240 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.20 વધી રૂ.222.50 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.215 ખૂલી, ઊપરમાં રૂ.234.20 અને નીચામાં રૂ.168.70 રહી, અંતે રૂ.21.20 ઘટી રૂ.181.90 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.460ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.29.40 ખૂલી, ઊપરમાં રૂ.30.20 અને નીચામાં રૂ.22.75 રહી, અંતે રૂ.3.20 ઘટી રૂ.24.70 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.330 ખૂલી, ઊપરમાં રૂ.354.50 અને નીચામાં રૂ.264.50 રહી, અંતે રૂ.9 ઘટી રૂ.315 થયો હતો.

Tags: ComodityCrude OilMCXએમસીએક્સકોમોડિટીક્રુડ ઑઇલ
P C KAPADIA

P C KAPADIA

After having established an interest and affinity towards writing and journalism, Mr. Pradyuman Kapadia first began his journey at Chitralekha – one of the most esteemed Socio-Political Gujrati magazine. He eventually moved on to Jee to work on entertainment and film news. Post his stint at both the magazines for almost 15 long years, Mr. Kapadia moved on to handle Public Relations for the first-ever private Gujarati channel – Gurjari

Next Post
કોટનમાં 1,00,950 ગાંસડીના સાપ્તાહિક વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં રૂ.600નો ઘટાડો

કોટનમાં 30,550 ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ 1,41,075 ગાંસડીના સ્તરે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • મહારાષ્ટ્રમાં રાજકીય ભૂકંપની અટકળો!
    by P C KAPADIA
    July 7, 2026
  • કબૂતરો બન્યા જીવલેણ? વિધાનસભામાં રામ કદમનો ભાવુક દાવો
    by P C KAPADIA
    July 7, 2026
  • વરસાદ નહીં, વૃક્ષોએ રોકી બેસ્ટની રફ્તાર!
    by P C KAPADIA
    July 7, 2026
  • ચાની કીટલીથી ખુલ્યો નકલી નોટોનો ખેલ!
    by P C KAPADIA
    July 6, 2026
  • રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર: કૃષ્ણ મોહનને સોંપાઈ કાર્યકારી મહાસચિવની જવાબદારી
    by P C KAPADIA
    July 6, 2026
Facebook Twitter Youtube RSS

Newsletter

[contact-form-7 id="2287" title="Subscribe"]

Category

  • Astrology
  • City
  • Corporate
  • Entertainment
  • Gujarat
  • International
  • LifeStyle
  • Maharashtra
  • Mira Bhayandar
  • Mumbai
  • National
  • Navi Mumbai
  • Sports
  • Tahne
  • Technology
  • Travel
  • Uncategorized
  • Vasai Virar

Quick Links

  • About Us
  • Contact
  • Terms & Condition
  • Privacy Policy

© 2021 Chhapooo.com

No Result
View All Result
  • City
    • Mumbai
    • Mira Bhayandar
    • Navi Mumbai
    • Tahne
    • Vasai Virar
  • Maharashtra
  • Gujarat
  • National
  • International
  • Sports
  • Entertainment
  • LifeStyle
  • Corporate
  • Astrology
  • Travel
  • Health
  • Education
  • Technology

© 2021 Chhapooo.com