કીમતી ધાતુઓમાં સાર્વત્રિક સુધારોઃ સીસા સિવાયની બિનલોહ ધાતુઓમાં નરમાઈઃ મેન્થા તેલ, કોટનમાં વૃદ્ધિઃ રબરમાં ઘટાડોઃ બુલડેક્સ વાયદામાં 71 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 120 પોઈન્ટની મૂવમેન્ટ
ડેઇલી માર્કેટ રિપોર્ટ
કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,81,660 સોદાઓમાં કુલ રૂ.15,996.79 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના એપ્રિલ વાયદામાં 71 પોઈન્ટ અને ઊર્જા સૂચકાંક એનર્જી ઈન્ડેક્સના એપ્રિલ વાયદામાં 120 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 43,908 સોદાઓમાં કુલ રૂ.2,815.84 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.51,611ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.51,801 અને નીચામાં રૂ.51,550ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.157 વધી રૂ.51,753ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.41,251 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.9 વધી રૂ.5,135ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,450ના ભાવે ખૂલી, રૂ.124 વધી રૂ.51,557ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.66,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,563 અને નીચામાં રૂ.66,152ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 132 વધી રૂ.66,437ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 128 વધી રૂ.66,659 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.132 વધી રૂ.66,666 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,732 સોદાઓમાં રૂ.1,633.11 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.3.95 ઘટી રૂ.276.95 અને જસત એપ્રિલ વાયદો રૂ.2.10 ઘટી રૂ.352ના ભાવ થયા હતા. આ સામે તાંબુ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.05 ઘટી રૂ.816.20 અને નિકલ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.77.7 ઘટી રૂ.2,452 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.187ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 59,248 સોદાઓમાં કુલ રૂ.4,925.73 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,423ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,488 અને નીચામાં રૂ.7,254ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.36 વધી રૂ.7,430 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 વધી રૂ.467.80 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 1,358 સોદાઓમાં રૂ.148.46 કરોડનાં કામકાજ થયા હતા. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.43,480ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.44,100 અને નીચામાં રૂ.43,370ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.43,830ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,105ના ભાવે ખૂલી, રૂ.111 ઘટી રૂ.17070 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.19.80 વધી રૂ.1129.60 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 7,698 સોદાઓમાં રૂ.1,450.59 કરોડનાં 2,806.264 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 36,210 સોદાઓમાં કુલ રૂ.1,365.25 કરોડનાં 205.260 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 29,449 સોદાઓમાં રૂ.2,702.27 કરોડનાં 36,57,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 29,799 સોદાઓમાં રૂ.2,223 કરોડનાં 47618750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 1,034 સોદાઓમાં રૂ.133.67 કરોડનાં 30550 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 306 સોદાઓમાં રૂ.14.47 કરોડનાં 128.88 ટન, રબરના વાયદાઓમાં 18 સોદાઓમાં રૂ.0.32 કરોડનાં 19 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,537.166 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 415.969 ટન, ક્રૂડ તેલમાં 704400 બેરલ અને નેચરલ ગેસમાં 17488750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 141075 ગાંસડી, મેન્થા તેલમાં 426.96 ટન, રબરમાં 70 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં 381 સોદાઓમાં રૂ.30.55 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 356 સોદાઓમાં રૂ.27.95 કરોડનાં 373 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 25 સોદાઓમાં રૂ.2.60 કરોડનાં 25 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 689 લોટ્સ અને એનર્જીડેક્સ વાયદામાં 7 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જીડેક્સ એપ્રિલ વાયદો 8,352ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,360 અને નીચામાં 8,240ના સ્તરને સ્પર્શી, 120 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 216 પોઈન્ટ ઘટી 8,320ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 14,977ના સ્તરે ખૂલી, 71 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 44 પોઈન્ટ વધી 15,001ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 68033 સોદાઓમાં રૂ.6,443.10 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.94.81 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.27.66 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,513.24 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.806.98 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 172.08 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ એપ્રિલ રૂ.8,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.121 ખૂલી, ઊપરમાં રૂ.125 અને નીચામાં રૂ.81.90 રહી, અંતે રૂ.5.20 વધી રૂ.116.40 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.470ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.10 ખૂલી, ઊપરમાં રૂ.30.90 અને નીચામાં રૂ.23.65 રહી, અંતે રૂ.4.90 વધી રૂ.29.35 થયો હતો. સોનું મે રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.765 ખૂલી, ઊપરમાં રૂ.835 અને નીચામાં રૂ.731.50 રહી, અંતે રૂ.60 વધી રૂ.823 થયો હતો. આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ એપ્રિલ રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.115 ખૂલી, ઊપરમાં રૂ.178 અને નીચામાં રૂ.106 રહી, અંતે રૂ.11.90 ઘટી રૂ.125.20 થયો હતો. જ્યારે નેચરલ ગેસ એપ્રિલ રૂ.460ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.22.80 ખૂલી, ઊપરમાં રૂ.27.70 અને નીચામાં રૂ.22.80 રહી, અંતે રૂ.0.40 વધી રૂ.25.45 થયો હતો. સોનું મે રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.276 ખૂલી, ઊપરમાં રૂ.295 અને નીચામાં રૂ.262 રહી, અંતે રૂ.19 ઘટી રૂ.269 થયો હતો.
– નૈમિષ ત્રિવેદી