વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું એ શિવરી-ન્હાવાશેવા સી લિન્ક અટલ સેતુ પરરથી છેલ્લા ત્રણ મહિનામાં લગભગ બાવીસ લાખ વાહનો પસાર થયા છે.સા-લિન્ક શરૂ થયો ત્યારે મુંબઈ મહાનગર રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ દિવસના 70લ હજાર વાહનો પસાર થશે એવો દાવો કર્યો હતો. જોકે અત્યારે દિવસના માત્ર 20-21 હજાર વાહનો એના પરથી પસાર થઈ રહ્યા છે.
મુંબઈથી નવી મુંબઈનું અંતર માત્ર વીસ મિનિટમાં પૂરૂં કરી શકાય એ માટે એમએમઆરડીએએ 21.80 કિલોમીટરનો દેશનો સૌથી લાંબો સી-લિન્ક બાંધ્યો હતો. સી-લિન્કનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરીએ કર્યું હતું. ઉદ્ઘાટનના બીજા દિવસે એટલે કે 13 જાન્યુઆરીએ સી-લિન્ક જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. સી-લિન્ક પર વાહનો સો કિલોમીટરની ઝડપે દોડતા હોવાથી નવી મુંબઈ, પનવેલ, મુંબઈ-પુણે એક્સપ્રેસ વે, પુણે પહોંચવા માટેના સમયમાં ઘટાડો થયો છે. આમ હોવા છતાં સેતુ પરથી અપેક્ષિત સંખ્યામાં વાહનો પસાર થતાં ન હોવાનું જણાઈ રહ્યું છે.
ઉદ્ઘાટન બાદ સી-લિન્ક પરથી એક મહિનામાં 8.13 લાખ કરતા વધુ વાહનો પસાર થયા હતા. એટલે કે દિવસના 27 હજાર વાહનો અહીંથી પસાર થયા. હવે એમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલ સી-લિન્ક પરથી માત્ર રોજના 20-21 હજાર વાહનો પસાર થઈ રહ્યા છે.
અટલ સેતુ પરથી વધુ વાહનો પસાર થતાં ન હોવાનું મુખ્ય કારણ વધુ પડતો ટોલ ટેક્સ ઉપરાંત બંને છેડા પરના અધૂરા રહેલા કામો હોઇ શકે છે. એટલે ટોલ ટેક્સ ઘટાડવાની સાથેબંને છેડૈને જોડતા રસ્તાનું કામ વહેલી તકે પૂરૂં કરવામાં આવે એમ ત્યાંથી પસાર થતાં વાહનચાલકોનું કહેવું છે.