વડા પ્રધાને ફોન કરી આપી શુભેચ્છાઓ
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે તેમનો ૬૧મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજે સવારે તેમણે સૌ પ્રથમ અડાલજ ત્રિમંદિર જઈ પૂજા અર્ચના કરી હતી. મંદિર પરિસરમાં સીમંધર સ્વામી તથા યોગેશ્વર ભગવાનની પૂજા કર્યા બાદ દાદા ભગવાનને ભાવ વંદન કર્યા હતા. તેમજ નીરુ મની સમાધિના દર્શન કરી કૃપા આશિષ યાચના કરી હતી.
દરમિયાન, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને તેમના ૬૧માં જન્મ દિવસ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ફોન કરી વર્ષગાંઠની શુભેચ્છા આપી હતી.
મુખ્ય પ્રધાનને નમ્ર અને વિકાસલક્ષી નેતા જણાવવાની સાથે ગુજરાતના વિકાસ પ્રત્યેની સમર્પિતતાને બિરદાવી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત નવી ઊંચાઈઓ સર કરવાની સાથે ગુજરાતના લોકોની સેવા સવસ્થ જીવન અને તંદુરસ્તી સાથે લાંબો સમય કરતા રહે એવી મનોકામના વ્યક્ત કરી હતી.
મુખ્ય પ્રધાને આવી લાગણી સભર શુભેચ્છાઓ માટે વડા પ્રધાનનો આભાર માનવાની સાથે ગુજરાતના વિકાસ માટે તેમની પ્રેરણા અને માર્ગદર્શન સતત મળતા રહેશે એવી લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસ નિમિત્તે www.chhapooo.com પરિવાર પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે
Comments 1