કેન્દ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ અંધારી આલમના ડૉન દાઉદ ઈબ્રાહિમ અને એની નજદીકની દસ વ્યક્તિઓના મુંબઈના દસ સ્થળો પર દરોડા પાડ્યા છે. ઈડીએ એનઆઈએ આપેલી જાણકારીના આધારે આ કાર્યવાહી કરી છે. પંદરેક દિવસ પહેલાં એનઆઈએએ દાઉદ ઈબ્રાહિમ વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી જેના આધારે ઈડીએ ઇનપુટસ મેળવ્યા હતા.
ઈડીને જે ઇનપુટસ મળ્યા છે એ હવાલા અને ડ્રગ ટ્રાફિકિંગ અંગેના છે. આ બાબતને ધ્યાનમાં રાખી ઈડીની ટીમ દાઉદના નજદીકી સાગરીતોના વિવિધ સ્થળો પર દરોડા પાડી રહી છે. ઈડીના અધિકારીઓ દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના મુંબઇ સ્થિત ઘર પર પણ દરોડો પાડયો છે. ઈડીના સૂત્રોના જણાવ્યા મુજબ અંડરવર્લ્ડના નાસી ગયેલા ગુંડાઓની સાથે નેતાઓ પણ તેમના રડાર પર છે.