ટાટા ડિજિટલે જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ સુપર-ઍપ ટાટા Neu લૉન્ચ કરી છે. ગ્રુપની આ સુપર-ઍપ ગ્રાહકને કેન્દ્રમાં રાખીને, ભવિષ્ય માટે સજ્જ, સંકલિત અનુભવ સાથે પ્રોડક્ટ કોમર્સ, સર્વિસ કોમર્સ અને નાણાકીય સેવાઓનો શ્રેષ્ઠ સમન્વય ધરાવે છે. ફેશનથી ફાઇનાન્સ, ગેજેટ્સથી ગ્રોસરી, હોટેલ્સથી હેલ્થ અને ટેકથી ટ્રાવેલ સુધી ટાટા Neu સંયુક્તપણે ટાટા ગ્રૂપની વિવિધ ઉપભોક્તા બ્રાન્ડની ક્ષમતાનો સમન્વય કરીને વિવિધ ઓફર એકસાથે પ્રસ્તુત કરશે, જે ગ્રાહકોને શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરશે. ટાટા Neu ઉપભોક્તાની તમામ જરૂરિયાતો માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. સુપર-એપ યુપીઆઈ, બિલ પેમેન્ટ, લોન અને વીમા સહિત વિવિધ નાણાકીય ઓફર પણ પૂરી પાડશે.
ટાટા Neu એના અસરકારક છતાં સરળ રિવોર્ડ પ્રોગ્રામ – NeuPass સાથે ઉપભોક્તાઓ માટે ઊંચા મૂલ્યનું સર્જન કરશે. સભ્યો ટાટા Neu મારફતે દરેક ખરીદી, ભોજન કે ટ્રાવેલ સમયે 5 ટકા NeuCoins કે વધારે મેળવશે. 1 NeuCoins બરોબર ₹1 થાય છે અને ઉપભોક્તાઓ તમામ કેટેગરીઓ પર NeuCoins મેળવવાની અમર્યાદિત સ્વતંત્રતા ધરાવે છે તથા આ NeuCoinsનો ખર્ચ તમામ કેટેગરીઓમાં કરી શકશે. NeuPass સભ્યો ફ્રી ડિલિવરી, વિશિષ્ટ ઓફર, બિલ્ટ-ઇન ક્રેડિટ લાઇન, ઉત્પાદન પ્રસ્તુત કરવાની વહેલાસર સુલભતા અને ચોક્કસ-બ્રાન્ડના વિશેષાધિકારો જેવા કેટલાંક ફાયદા મેળવશે.
એન ચંદ્રશેખરને, ચેરમેન, ટાટા સન્સ કહ્યું હતું કે, “ટાટા ગ્રૂપ ડિજિટલ દુનિયા માટે વ્યવસાયોના પરિવર્તન પર કેન્દ્રિત છે અને ઉપભોક્તાના સંદર્ભમાં તેમને એકીકૃત પ્લેટફોર્મમાં એકમંચ પર લાવે છે, જે ઓમ્નિચેનલ અનુભવ ઓફર આપે છે. ટાટા Neuના હાર્દમાં હશે – પસંદગીની ક્ષમતા, શ્રેષ્ઠ અનુભવ અને લૉયલ્ટી, જે ભારતીય ઉપભોક્તાઓને અસરકારક વન ટાટા અનુભવ પ્રદાન કરશે.”
પ્રતીક પાલે, સીઇઓ, ટાટા ડિજિટલ કહ્યું હતું કે, “ટાટા Neuની સફર અમારી તમામ ડિજિટલ એસેટમાં 80 મિલિયન એપની કામગીરી સાથે કુલ 120 મિલિયન યુઝર, 2,500 ઓફલાઇન સ્ટોર સાથે શરૂ થઈ છે. અમે ઇલેક્ટ્રોનિક્સ, ફેશન, ટ્રાવેલ, હોસ્પિટાલિટી, ગ્રોસરી, ફાર્મસી અને નાણાકીય સેવાઓ સુધીની ડઝન અગ્રણી ઉપભોક્તા બ્રાન્ડ કેટેગરીઓ ધરાવીએ છીએ. અમારું માનવું છે કે, ટાટા Neu સાથે અમે અતિ વિશિષ્ટ ઉપભોક્તા પ્લેટફોર્મ ઊભું કરીશું.”
સુપર-ઍપ ભારતીય બજારમાં ઉત્પાદનો અને સેવાઓની સૌથી વધુ વિસ્તૃત પસંદગી પૈકીની એક ઓફર કરે છે. અત્યારે ટાટા Neu ઍર એશિયા ઇન્ડિયા, બિગબાસ્કેટ, ક્રોમા, આઇએચસીએલ, ક્યુમિન, સ્ટારબક્સ, ટાટા 1એમજી, ટાટા ક્લિક, ટાટા પ્લે અને વેસ્ટસાઇટ સહિત કેટલીક બ્રાન્ડ ધરાવે છે. એપ વધુ બ્રાન્ડ અને કેટેગરીઓને બોર્ડ પર લેવાનું ચાલુ રાખશે. ટાટા Neu એપ એન્ડ્રોઇડ, iOS પ્લેટફોર્મ્સ અને TataDigital.com પર ઉપલબ્ધ છે.