સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસની એકત ચોંકાવનારા ખબર આવ્યા છે. સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર એક આરોપી અનુજ થાપન (32)એ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આપઘાત કર્યો છે. સૂત્રના જણાવ્યા મુજબ થાપને ક્રાઇમ બ્રાન્ચની કસ્ટીમાં ચાદર જેવી કોઈ વસ્તુથી ફાંસી લગાવી. એને મુંબઈની સેન્ટ જ્યોર્જ હોસ્પિટલમાં લઈ જવાયો જ્યાં ડૉક્ટરોએ એને મૃત ઘોષિત કર્યો. અનુજ થાપન પર આરોપ હતો કે એણે સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરવા હથિયાર પૂરા પાડ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસે અનુજ થાપનની અન્ય આરોપી સુભાષ ચંદર (37) સાથે 25 એપ્રિલે પંજાબથી ધરપકડ કરી હતી. આ મામલે 24 વર્ષીય વિકી ગુપ્તા અને 21 વર્ષીય સાગર પાલની પણ ધરપકડ કરાઈ છે. અનુજ ઝાપન ટ્રક પર હેલ્પર તરીકે કામ કરતો હતો. અનુજ લૉરેન્સ બિશ્નોઈ ગંગ સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે.