ડૉ. યોગેશ લાખાણી કોઇ સેલિબ્રિટીથી કમ નથી
બ્રાઇટ આઉટડોર મિડિયાના નામથી કોણ અજાણ છે? મુંબઈ સહિત સંપૂર્ણ દેશમાં રસ્તામાં જયાં જુઓ ત્યાં તમને બ્રાઇટનાં જ હોર્ડિંગ જોવા મળશે. આજે એક સ એટલે કે ૨૪ જાન્યુઆરીએ સોમવારે બ્રાઇટના ફ્યૂચર અને ડો. યોગેશ લાખાણીના દીકરા અનુગ્રહનો જન્મદિવસ છે. અનુગ્રહ આજે તેના સાતમા જન્મદિવસની ઉજવણી છે. કરશે. સાથે સાથે તમને જણાવી દઇએ કે ડૉ. યોગેશ લાખાણીનાં પત્ની જાગૃતિનો જન્મદિવસ હજુ ૧૬ જાન્યુઆરીએ જ હતો. જાગૃતિ બ્રાઇટનાં ડિરેક્ટર છે. બ્રાઇટ આઉટડોર મિડિયાના સીએમડી ડૉ. યોગેશ લાખાણી અત્યારથી જ તેમના બાળકને ભવિષ્ય માટે તૈયાર કરી રહ્યા છે. જીવનનાં મૂલ્યો અને સંસ્કારોના સીંચન સાથે બિઝનેસની આંટીઘૂંટીઓના પાઠ ભણાવી રહ્યા છે. એટલે એ વાત તો નક્કી જ કે બ્રાઇટ આઉટડોર મિડિયાનું ફયૂચર પણ એકદમ બ્રાઇટ જ રહેવાનું છે અને તેમાં શંકાને કોઇ સ્થાન નથી.
અનુગ્રહને તો બિઝનેસનો વારસો તેના પિતા એટલે કે ડૉ. યોગેશ લાખાણી પાસેથી મળશે, પણ યોગેશભાઇએ તો જાતે તેમનું બિઝનેસ એમ્પાયર ઊભું કર્યું છે. આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી લઇને રાજકારણ અને ખેલ જગતની હસ્તીઓમાં એમનાં નામ અને કામ બંનેની બોલબાલા છે. ફિલ્મની પબ્લિસિટી કરવાની હોય, માર્કેટમાં કોઇ પ્રોડક્ટ લૉન્ચ કરવાનું હોય કે પછી ચૂંટણી માટેનો પ્રચાર હોય બધાને એક જ નામ યાદ આવે છે અને એ નામ એટલે યોગેશ લાખાણી. આજે આઉટડોર માર્કેટિંગમાં બ્રાઇટનો દબદબો છે.
તમને જાણીને નવાઈ લાગશે જેટલી ફિલ્મો રિલીઝ થાય છે એના લગભગ ૯૦ ટકા હોર્ડિંગ આ કંપની જ પૂરા પાડે છે. એના પરથી બ્રાઇટની માર્કેટમાં વેલ્યૂ કેટલી છે એનો અંદાજ આવી શકે છે. બ્રાઇટ આઉટડોર હોર્ડિંગ્સ, ટ્રેન એડ, મોબાઇલ વેન કેબ ઍડવર્ટાઇઝિંગ, એરપોર્ટ ઍડવર્ટાઇઝિંગ, ફુલ્લ સ્ટેશન હોર્ડિંગ બોર્ડ, પેનલ્સ, મલ્ટિપ્લેક્સ, મોલ, બ્રાન્ડિંગ, સોશિયલ મિડિયા, ટીવી, રેડિયો, પ્રિન્ટ ઍડવર્ટાઇઝિંગ સર્વિસ જેવી સર્વિસ પૂરી પાડે છે. બ્રાઇટ આઉટડોર મિડિયાએ આશરે હજાર જેટલા ફિલ્મોના હોર્ડિંગ્સના કામ કર્યા છે. ઉપરાંત ૧,૫૦૦થી વધુ કોર્પોરેટ અને અન્ય કલાયન્ટ માટે બ્રાઇટ આજે આઉટડોર માર્કેટિંગમાં મોટી ઓળખ બની છે.
આ કંપની આજે એટલા માટે અડીખમ ઊભી છે કારણ કે તેના પાયામાં ડૉ. યોગેશ લાખાણીનો ખૂનપસીનો છે. એક સમય હતો જયારે યોગેશભાઇ પાઇ પાઇના મહોતાજ હતા, પણ આજે મા લક્ષ્મીના તેમના પર ચાર હાથ છે. આ બધુ તેમને કંઇ રાતોરાત નથી મળી ગયું. અહીં સુધી પહોંચવા માટે તેમણે રાતોના ઉજાગરા વેઠ્યા છે. યોગેશભાઇનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે અનેક નાનાં-મોટાં કામ કર્યા છે. ઘણીવાર તો એવું પણ થયું છે કે કામના અભાવે ભૂખ્યા પેટે સૂવાનો વારો આવ્યો હોય.
જોકે, યોગેશભાઇએ જીવનમાં ક્યારેય હાર માની નથી કે હાથમાં હાથ ધરીને બેઠા રહ્યા. એમના જીવનનો એક જ સિદ્ધાંત છે કે ભલે ગમે એ મુશ્કેલી આવે, પણ જિંદગીમાં આગળ વધતા અટકવાનું નહીં. એમણે મલાડ રેલવે સ્ટેશન પર ૧૯૮૭માં પહેલું હોર્ડિંગ લગાવ્યું હતું, પણ આજે આઉટડોર માર્કેટિંગની દુનિયામાં તેઓ ‘હોર્ડિંગ કિંગ’ના નામે ઓળખાય છે. એમણે ૧૯૮૦માં બ્રાઇટ આઉટડોર મિડિયાની શરૂઆત મલાડમાં સિંગલ રૂમની ઑફિસથી કરી હતી, પણ આજે અંધેરી લિંક રોડ પર બ્રાઇટ આઉટડોર મિડિયાની આઠમા માળે મોટી ઑફિસ અને પ્રોફેશનલ સ્ટાફ છે. ડૉ. યોગેશ લાખાણી આજે એક સફળ બિઝનેસમેન બની ચૂક્યા છે, પણ એમણે ક્યારેય એમની સફળતા કે સદ્ધિનો ઘમંડ કર્યો નથી. આજે પણ તેઓ એટલા જ વિનમ્ર અને સરળ સ્વભાવના છે.
આજે ડૉ. યોગેશ લાખાણી કોઇ સેલિબ્રિટીથી કમ નથી. બોલીવૂડના સ્ટાર્સ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સલમાન ખાન, રણવીર સિંહ, રણબીર કપૂર, રિતિક રોશન, અજય દેવગણ, આયુષ્માન ખુરાના, આલિયા ભટ્ટ, કરીના કપૂર, શ્રદ્વા કપૂર, કાજોલ, માધુરી દીક્ષિત જેવી હસ્તીઓના તેઓ માનીતા છે. ફક્ત બોલીવૂડ જ નહીં, રાજકારણ, ખેલ અને વેપાર જગતની હસ્તીઓમાં પણ એમનું નામ અજાણ્યું નથી.
યોગેશભાઇએ એમના જીવનમાં ફૂટપાથની ગરીબી અને દુનિયાની ઝાકમઝોળ જોઇ છે. એટલે જ તેઓ ગરીબ અને જરૂરિયાતમંદની સેવા કરવામાં જરાય પાછી પાની કરતા નથી. એ પછી અનાથાશ્રમમાં ભોજન આપવાનું હોય, દર્દીને સારવાર આપવાની હોય. દીકરીઓના સમૂહ લગ્ન માટે ડોનેશન આપવાનુ હોય કે પછી આદિવાસી સમુદાય માટે કામ કરવાનું હોય.
ડૉ. યોગેશ લાખાણીને એમના કામ બદલ અત્યાર સુધીમાં ૫,૦૦૦થી વધુ એવૉર્ડ અને સ્ટેજ પર સન્માનિત થઇ ચૂક્યા છે. એમને વિદેશની બે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મૅનેજમેન્ટ અને સોશિયલ એનજીઓમાં ડૉકટરેટની ડિગ્રી પણ મળી છે. ડૉ. યોગેશ લાખાણી એમના બિઝનેસમાં ઘણા વ્યસ્ત રહે છે, તેમ છતાં તેઓ પરિવાર માટે સમય કાઢવાનું ચૂકતા નથી. સમય મળે કે તરત તેઓ લોનાવલા અને ઇગતપુરીમાં આવેલા ફાર્મ હાઉસમાં ફેમિલી સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરવા જતા હોય છે. યોગેશભાઇએ એમના માતા-પિતાની પણ ખૂબ સેવા કરી છે. યોગેશભાઇ માને છે કે એમની સફળતા પાછળ એમના માતા-પિતાના આશીર્વાદ, પરિવાર અને મિત્રોનો સાથ તેમ જ ભગવાનની કૃપા છે. યોગેશભાઇને કોઇ જાતનું વ્યસન નથી.
ડૉ. યોગેશ લાખાણી માને છે કે ઇમાનદારી એ ધંધાનો નિયમ છે. આટલાં વર્ષોમાં મેં ઇમાનદારીથી કામ કરીને લોકોનાં દિલ જીત્યાં છે. લોકોનો મારા પરનો વિશ્વાસ જ મારી ખરી મૂડી છે. જીવનમાં મેં મારી સફળતા પર કયારેય ઘમંડ કર્યો નથી, કારણ કે હું માનું છું કે હું કંઇ કરી જ નથી રહ્યો બધુ ઉપરવાળો કરાવી રહ્યો છે. માણસે જીવનમાં નવી ઊંચાઇએ પહોંચ્યા પછી તેના ગરીબીના દિવસો કયારેય ન ભૂલવા જોઇએ. એટલે જ હું સમાજને મદદરૂપ થવાની ભાવના સાથે જીવુ છું. મારું હંમેશાંથી એવું માનવું છે કે દરેક વ્યક્તિએ એવું જીવન જીવવું જોઇએ કે તે અન્ય માટે પ્રેરણારૂપ બની રહે.
Comments 1