બીમાર પડેલાઓમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે
ગોંદિયા જિલ્લાના ગોરેગાંવ તાલુકાના બાબાઈમાં લગ્નના જમણવાર બાદ ૨૫ લોકોને ફૂડ્ પોઈઝનીંગની અસર થઈ હતી. બાબાઈના કેશવરાવ બિસેનના ઘરે લગ્ન સમારોહ હતો. આ લગ્ન સમારોહમાં લગભગ ૨૫થી વધારે લોકોને ફૂડ પોઈઝનીંગની અસર જોવા મળી હોવાની ઘટના બની છે. જેમાં ૮ બાળકોનો સમાવેશ થાય છે, અને એવું જાણવા મળ્યું છે કે તેમાંથી ચારની હાલત ગંભીર છે.
દરમિયાન, ફૂડ્ પોઈઝનીંગનો ભોગ બનેલા ૨૫ લોકોને ગોરેગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, જ્યારે બાકીના લોકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ખોરાકી ઝેરનો ભોગ બનેલા ૧૭ લોકો ગોરેગાંવ ગ્રામીણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મેડિકલ ઓફિસર ડૉક્ટરે જણાવ્યું હતું કે દરદીઓની હાલત સ્થિર છે. જોકે, અચાનક ફૂડ્ પોઈઝનીંગની ઘટનાથી સર્વત્ર ખળભળાટ મચી ગયો છે.






