ટૂંક સમયમાં અગ્રણી ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી હિન્દી વેબ સિરીઝ સાઝિશનું ટીઝર તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું. મુંબઈ, ગુજરાત અને મધ્ય પ્રેદશમાં શૂટ થયેલી સિરીઝમાં મુગ્ધા ગોડસે, શાહબાઝ ખાન, મિલિંદ ગુણાજી, મુસ્તાક ખાન જેવા બૉલિવુડના અનેક કલાકારો મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
સાઝિશ અંગે સિરીઝના દિગ્દર્શક હીરાલાલ ખત્રીએ જણાવ્યું કે, સાત એપિસોડની સિરીઝમાં યુવાનોમાં ફેલાઈ રહેલા ડ્રગ્ઝના દૂષણની વાત આલેખવામાં આવી છે. અમે વાર્તાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી મુંબઈ, ગુજરાત અને મધ્ય પ્રદેશના ભવ્ય લોકેશન પર શૂટ કરવામાં આવી છે. એટલું જ નહીં, પાત્રની માગ મુજબ અમે કલાકારોની વરણી કરી છે.
સિરીઝમાં દેવ મેનારિયા, કાંચી સિંઘ, મુગ્ધા ગોડસે, મિલિંદ ગુણાજી, રઝા મુરાદ, મુસ્તાક ખાન, નીરજ ભારદ્વાજ, દીપ્તિ ટિટોરિયા (મિસિસ ઇન્ડિયા ફૅમ), શિવાની શર્મા, શ્રેયા, રાજકુમાર ચાવલા અને સોહમ જેવા કલાકારો જોવા મળશે., વિકાસ વશિષ્ઠ અને અજયના છે. ડીઓપી છએ મનીષ વ્યાદારિત છે. સ અને અમર વ્યાસ.
નિર્માતા કર્નલ સ.એસ. પટનાયકની સિરીઝની પટકથા-સંવાદ વિનોદ વત્સ. સહ નિર્માતા દેવ મનેરિયા સિરીઝના મુખ્ય અભિનેતા પણ છે. તેમના જણાવ્યા મુજબ સિરીઝની વાર્તા રિયલ લાઇફ પર આધારિત છે. ડિજિટલ મીડિયા માધ્યમથી અને મોબાઇલ અને ઇન્ટરનેટ દ્વારા જે બાળકો ગુનેખોરીની દુનિયામાં પ્રવેશે છે જે સમાજ માટે ઘણું જોખમી પુરવાર થાય છે. આ દૂષણને ડામવા શાસન અને પ્રશાસન કેવી રીતે સાથે મળી શહેરની ગુનાખોરીની દુનિયાને ખતમ કરે છે એ વાત સિરીઝમાં આલેખવામાં આવી છે. સાઝિશની વાર્તા તમારી આસપાસ બનેલી ઘટના જે તમે નજરે જોઈ હશે કે પ્રસાર માધ્યમો દ્વારા તમને જાણકારી મળી હશે. આવા યુવાધનને બરબાદ કરતા દૂષણને નાથવાશા શાસન અને પ્રશાસન કઈ રીતે સાથે મળીને શહેરના ક્રાઇમને ખતમ કરવા મેદાને પડે છે એ દર્શાવવામ0ABE આવ્યું છે. સિરીઝમાં મુગ્ધા ગોડસે પોલીસ કમિશનરની ભઊમિકામાં નજરે પડશે.જ્યારે સહનિર્માતા અને અભઇનેતા દેવ મનેરિયા પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવી રહ્યા છે જે ગુનાખોરી ડામવા જીવના જોખમે જંગનું એલાન કરે છે. તો કાંચી ક્રાઇમ રિપોર્ટરની ભૂમિકામાં છે અને એ ઇન્સ્પેક્ટરે પ્રેમ પણ કરે છે. હીરો-હીરોઇન સાથે મળી આવા હાઇ પ્રોફાઇલ કેસને કેવી રીતે અંજામ આપે છે એ દર્શાવવામાં આવ્યું છે.
હીરાલાલ ખત્રી દિગ્દર્શિત સાઝિશના નિર્માતા છે એસ. એસ. પટનાઇક, સહ-ન ર્માતા દેવ મનેરિયા છે. લેખક છે અજય શ્રીવાસ્તવ અને વિનોદ વત્સ છે. ગીતો ડૉ. આલોક ત્રિપાઠીનાં છે. તો સંગીત મનીષ ભાનુશાળીનું છે.
Comments 1