અભિયાનનો મુખ્ય ઉદ્દેશ છે ભારત બોલોનો નારો
જનતા કી આવાઝ ફાઉન્ડેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ સુંદર બોથરાના નેતૃત્વમાં સંસ્થાના મુંબઈ એકમે હજારો મુંબઈગરા સાથે મરીન ડ્રાઈવ ખાતે તાતા મેરેથોનના દોડવીરોને પ્રોત્સાહિત કર્યા હતા. એ સાથે એક અભિયાન પણ ચલાવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ ભારત બોલો નારો છે.
આ અભિયાનમાં સાંચોરના સુપ્રસિદ્ધ મોર્નિંગ વોકના ફિટ ધ ફાઇન ગ્રુપનો સહયોગ મળ્યો હતો. ફાઉન્ડેશન તરફથી લાયન પ્રકાશ પાટનકર, નિમેષ સોની, ગૌતમ લુકડ, મીઠાલાલ મુણોટ, સંપત ભંડારી, શિખરચંદ જૈન સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જનતા આવાઝ ફાઉન્ડેશનના મુંબઈના અધ્યક્ષ દિલીપ માહેશ્વરીએ કહ્યું કે, આ અભિયાન સમગ્ર મુંબઈમાં ચાલી રહ્યું છે. જનજાગરણના આ અભિયાનમાં અનેક નામી સંગઠનોએ ભાગ લીધો છે.
રાષ્ટ્રીય અધ્યક્ષ સુંદરજી બોથરાએ જણાવ્યું કે, આગામી ૧ ફેબ્રુઆરીએ પ્રયાગરાજ ખાતે યોજાઇ રહેલા મહાકુંભ ખાતે શિક્ષા સંસ્કૃતિ સંસ્થાન ન્યાસ અને વૈશ્વિક હિન્દી સંમેલનના સહયોગમાં ભારતભરથી આવનારા શ્રધ્ધાળુઓ વચ્ચે આ અભિયાનને મોટા પાયે ચલાવવામાં આવશે. આ અભિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ચલાવવામાં આવશે.