ઇન્ટરનેશનલ પેજન્ટ જીત્યા બાદ બૉલિવુડમાં એન્ટ્રી કરનાર માનુષી છિલ્લરની બે ફિલ્મોનું શૂટિંગ તાજેતરમાં પૂરૂં થયું. આ બંને ફિલ્મો એટલે કે બડે મિયાં છોટે મિયાં અને ઑપરેશન વેલેન્ટાઇન ટૂંક સમયમાં રિલીઝ થશે.
દરમિયાન, માનુષીએ બંને ફિલ્મોનાં શટિંગ પૂરૂં થયાની ઉજવણીનો એક વિડિયો એના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અપલૉડ કર્યો છે. વિડિયોમાં માનુષી સફેદ ટૉપની સાથે બ્રાઇટ બેકડ્રોપમાં જોવા મળે છે, જેમાં એ પિઝ્ઝા સાથે ડ્રિન્કની મોજ માણતી દેખાય છે.
માનુષી બડે મિયાં છોટે મિયાંમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મ આ વરસે ઇદના અવસરે રિલીઝ થશે. જ્યારે અભિનેત્રી બીજી ફિલ્મ ઑપરેશન વેલેન્ટાઇનમાં વરુણ તેજ સાથે જોવા મળશે. આ ફિલ્મ 1 માર્ચ, 2024ના રિલીઝ થશે.