અમદાવાદમાં પણ દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયુ છે. જેમાં અમદાવાદમાં અનેક સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી વાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ હાથ ધર્યું છે. તેમાં બૉમ્બ ડિસ્પોઝલ સ્કવોડ પણ ઘટના સ્થળે છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. અમદાવાદની સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સ્કૂલોમાં સુરક્ષા વધારી દેવાઈ છે. વડાપ્રધાન મોદીના મતદાન સ્કૂલ મથકમાં તતાકાલિક બંદોબસ્ત વધારી દેવાયો છે. આવતીકાલે વડા પ્રધાન મોદી રાણીપ ખાતે તેમનો મત આપવા આવશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી અજિત રાજિયાને કહ્યું હતું કે, આ મેઇલ બહારના સર્વરમાંથી આવ્યો છે અને મેઇલ એવું કહેવામાં આવ્યું છે કે, સરિયા લાગૂ કરીશું જે માનશે નહીં તેને ઉડાવી દેશું. ડીસીપી અજિત રાજિયાને વધુમાં જણાવ્યું કે, આજે વહેલી સવારે 7-8 સ્કૂલમાં મેઇલ આવ્યો હતો અને એમાં લખ્યું હતું કે, સરિયા લાગૂ કરાશે અને, જે નહીં માને તેને બૉમ્બથી ઉડાવી દેશું. પોલીસ દ્વારા ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશ શરૂ કરાયું છે.
જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાનો ઇમેઇલ આવ્યો છે એમાં ડી.પી.એસ-બોપલ, આનંદ નિકેતન-બોપલ, એશિયા ઈંગ્લિશ સ્કૂલ-વસ્ત્રાપુર, કેલોરેક્ષ સ્કૂલ-ઘાટલોડિયા, ન્યૂ નોબલ સ્કૂલ-વ્યાસવાડી નરોડા, ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય-ચાંદખેડા અને અમૃતા વિદ્યાલય-ઘાટલોડિયા.
આ તમામ સ્કૂલોમાં બૉમ્બ સ્ક્વૉડ દ્વારા તપાસમાં કરવામાં આવી રહી છે. તો અમદાવાદ સાઈબર ક્રાઈમ પણ મેઇલ ક્યાંથી અને કોણે કર્યો છે તે અંગે તપાસ કરી રહી છે. અમદાવાદ પોલીસે લોકોને અપીલ કરી છે કે, કોઈ પણ પ્રકારની અફવાથી સાવધાન રહેવું અને કંઈ શંકાસ્પદ વસ્તુ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવી.
સ્કૂલોમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ મળી ન હોવાથી પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. ગૃહમંત્રાલયે જણાવ્યું કે બૉમ્બ મળ્યાની ધમકી અફવા છે. રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું અનુમાન છે. દિલ્હીની માફક એક પછી એક સ્કૂલમાં મેલ આવી રહ્યા છે. જેમાં SPGની ટીમ નિશાન સ્કૂલમાં પહોંચી છે.