મુંબઈમાં મે મહિનામાં તૌકતે વાવાઝોડામાં બૉમ્બે હાઈ ખાતે પી-305ને નડેલા ભીષણ અકસ્માતને કારણે ભરદરિયે સપડાયેલા સેંકડો કર્મચારીઓને ઉગારવા બદલ નૌકાદળના બે વરિષ્ઠ અધિકારીઓને આજે (20 જુલાઈ 2021)ના રાજભવન ખાતે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીના હસ્તે સન્માનપત્ર આપી બિરદાવવામાં આવ્યા હતા.

આઇએનએસ કોચીના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન સચિન સિક્વેરા અને આઇએનએસ કોલકાતાના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન પ્રશાંત હાંડુના નેતૃત્ત્વ હેઠળ નાકાદળની ટુકડીએ અતિશય વિપરિત પરિસ્થિતિમાં સેંકડો લોકોના જીવ બચાવ્યા હતા.
રાજ્યપાલે અધિકારીઓના શૌર્યને બિરદાવવાની સાથે નૌકાદળના તમામ જવાનોની પ્રશંસા કરી હતી. આઇએનએસ તલવારના કમાન્ડિંગ ઑફિસર કેપ્ટન પાર્થ ભટ્ટ જહાજ પર ફરજ બજાવી રહ્યા હોવાથી રાજ્યપાલને મળવા આવી શક્યા નહોતા.