ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રાલયના ટેન્ડર કમિશન ગોટાળા મામલે ઈડીએ કાર્યવાહી કરી રહી છે. આ મામલે મની લૉન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યા બાદ પીએમએલએ અંતર્ગત છ સ્થળે દરોડા પાડવામાં આવ્યા. એ સાથે ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીરના અંગત સચિવ સંજીવ લાલના ઘરના નોકરને ત્યાં તપાસ કરતા 25 કરોડ રોકડા મળી આવ્યા હતા.
ઈડીએ ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામની ફેબ્રુઆરી 2023માં ધરપકડ કરવામાં આવી હતી. તેમના વિરુદ્ધ અમુક યોજનાઓના ટેન્ડર પ્રક્રિયાની કથિત અનિયમિતતા સાથે સંકળાયેલ મની લૉન્ડરિંગ અંગેનો કેસ હતો. ઈડીની ટીમે ધરપકડ કરાયેલા એન્જિનિયર વીરેન્દ્ર રામ મામલે ઝારખંડના ગ્રામીણ વિકાસ પ્રધાન આલમગીરના અંગત સેક્રેટરી સંજીવ લાલના નોકરને ત્યાંથી 25 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા.
ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામ આજે પણ જેલમાં છે. આ કેસના સંદર્ભમાં જ આજે દરોડા પાડવામાં આવ્યા હતા. રાંચીની સેલ સિટીમાં એન્જિયનિર વિકાસ કુમારના ઘર સહિત શહેરમાં બરિયાતુ, મોરહાબાદી અને બોડૈયામાં કુલ નવ સ્થળે ઈડીની ટીમે દરોડા પાડ્યા છે.